________________
૩૨૪]. અધ્યાત્મકલ્પમ
[ ચતુદશ લેકના લાભ અથે પૂજા કરવી. (૪) લકત્તર ગુગત–તેરમા અધિકારમાં જૈનાભાસ તરીકે ગણેલા ગે રજી, યતિ, શ્રીપૂજ્ય, પાસથ્થા, કુશળીઓ વગેરે કુગુરુની ગુરુપણે સેવા કરવી, તેમ જ કેવળ આ લેકના ફળની લાલસાએ શુદ્ધ સાધુઓની સેવા કરવી.
અથવા મિથ્યાત્વ પાંચ પ્રકારનું છેઃ ૧ આભિગ્રહિક ૨ અનભિગ્રહિક, ૩ આભિનિવેશિક; ૪ સશયિક, ૫ અનાભોગિક. એનું સ્વરૂપ :–
આભિગ્રહિક–કલિપત શાસ્ત્ર ઉપર મમત્વ રાખવું, પરપક્ષ પર કદાગ્રહ કરે. શ્રી હરિભદ્રસૂરિ કહે છે: “મને વીર તરફ પક્ષપાત નથી, કપિલ પર ઠેષ નથી, યુક્તિમાન વચન હશે તે આદરવું છે.” આવી બુદ્ધિ રાખવી એ તે ઉક્ત મિથ્યાત્વને અભાવ છે. ગીતાર્થ ઉપર નિષ્ઠા રાખવી અને ગુણવાનનું પરતંત્રપણું રાખવું તે દેષ નથી, કારણ કે સર્વ જેનો બુદ્ધિવૈભવ વિશાળ હોતો નથી.
અનાભિગ્રહિક–સર્વે દેવે વાંદવા યોગ્ય છે, કોઈ નિંદવા ગ્ય નથી; એમ જ સર્વે ગુરુ અને સર્વ ધર્મો સારા છે. આવી સામાન્ય વાણી, આળસ કરીને બેસી રહેવાની અને સત્યની પરીક્ષા ન કરવાની વૃત્તિ, એ બીજું મિથ્યાત્વ. આમાં સુવર્ણ ને પિત્તળ, હીરે ને કાચ બંને સરખા ગણવામાં આવે છે તે મિથ્યાભાવ છે.
આભિનિવેશિક–ધર્મનું પિતે યથાર્થ સ્વરૂપ સમજે, છતાં કોઈ પ્રકારના દુરાગ્રહથી વિપરીત પ્રરૂપણું કરે, અહંકારથી નવો મત સ્થાપવા કે ચલાવવા માટે અથવા વંદન, નમસ્કારાદિ પ્રાપ્ત કરવા માટે ઘણું દુર્ભવી છે આવા પ્રકારનું મિથ્યાત્વ સેવે છે.
સાંશયિક–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ સાચા હશે કે બેટા એવી શંકા, સૂક્ષમ અર્થને સંશય તે સાધુને પણ થાય છે, પરંતુ તેઓ તે તત્વ કેવળીગમ્ય, એ છેવટના નિર્ણય પર રહે છે, તેથી તે મિથ્યાત્વરૂપ નથી, પણ ખરું સમાધાન જાણવાની ઈચ્છારૂપ છે. ૧. દેવ આદિ તત્વને અંગે શંકા તે સાંશયિક મિથ્યાત્વ. ૨. તેના સ્વરૂપને અંગે શંકા તે શંકા. ૩. તેને જાણવાની ઈરછા તે જિજ્ઞાસા ને તેના કાર્યભૂત થતે પ્રશ્ન તે આશંકા,
અનાગિક–વિચારશૂન્ય એકેન્દ્રિય જીવને અથવા વિશેષ જ્ઞાનથી રહિત છને થાય છે.
જે જે કર્મબંધ થાય છે તે તે ભોગવવાં પડે છે (ઉદય સમય પ્રાપ્ત થયે). એ બંધ થવાના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર છે. એના પ૭ ભેદ છે. એ સત્તાવન બંધહેતુનું સ્વરૂપ સમજવાની બહુ જ જરૂર છે. તેમાં પ્રથમ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે તે ઉપર જોઈ ગયા. હવે બાકીના ત્રણ હેતુને વિસ્તાર કહે છે.
બાર અવિરતિ–પાંચ ઈદ્રિય અને મનને સંવર ન કરો અને છકાય જીવને વધ કરવા તે બાર પ્રકારની અવિરતિ કર્મબંધના હેતુભૂત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org