SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] મિથ્યાત્વાદિનિધિ [ ૩૨૫ કષાય–સંસારનો લાભ. તે ૨૫ છે. તે પર વિષયકષાયદ્વારમાં પૂરતું વિવેચન થઈ ગયું છે. કોધ, માન, માયા, લોભ એ પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ઉત્કૃષ્ટ પંદર દિવસ ચાલે અને દેવગતિ પ્રાપ્ત કરાવે તે “સંજવલન'; ઉત્કૃષ્ટ ચાર માસ ચાલે અને મનુષ્યગતિ પ્રાપ્ત કરાવે તે “પ્રત્યાખ્યાનાવરણ, ઉત્કૃષ્ટ વરસ ચાલે અને તિર્યંચગતિ પ્રાપ્ત કરાવે તે “અપ્રત્યાખ્યાની” અને ઉત્કૃષ્ટ યાજજીવ ચાલે અને નરકગતિ પ્રાપ્ત કરાવે તે અનંતાનુબંધી.” એ અનુક્રમે યથા ખ્યાત ચારિત્ર, સર્વવિરતિ, દેશવિરતિ અને સમકિતગુણ પ્રાપ્ત થવા દે નહિ. એ સેળ ભેદ થયા. તેમાં હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એ નવ નોકષાય મેળવતાં પચીશ કષાય થાય છે. તે કમબંધના પ્રબળ હેતુ છે. યેગ પંદર છે. મનેયેગના ચાર ભેદ છે – ૧. સત્ય મનોગ–ખરેખરા વિચાર કરવા તે. ૨. અસત્ય મનાયેગ-ખોટા વિચાર કરવા તે. ૩. મિશ્ર મનાયેગ–જે વિચારમાં કેટલીક વાત સાચી ને કેટલીક ખોટી હોય એ મિશ્ર મનોગ. ૪. અસત્યામૃષા મને ગ–એમાં સામાન્ય વિચારે; ખોટા કે સારાના ભેદ વગર; ચાલુ પ્રવાહ. (જેમ ઘડે ઝરે છે, પર્વત બળે છે, નદી વહે છે.) વચનગના ચાર ભેદ છે: સત્ય વચનગ, અસત્ય વચનગ, મિશ્ર વચનગ, અસત્યામૃષા વચનેગ, અર્થ ઉપર પ્રમાણે. કાગના સાત ભેદ છે – ' ૧. તેજસ-કર્મણ કાય–જ્યારે જીવ એક ગતિથી બીજી ગતિએ જાય છે ત્યારે તેને અનાદિ કાળથી સાથે રહેનારા ભવમૂલ તરીકે પ્રખ્યાતિ પામેલાં બને (તેજસ ને કામણ) શરીર સાથે હોય છે, જેમાંના તજસથી આગળના ભવમાં આહાર લે તે પચાવી શકે છે. અને કામણથી નવી નવી અવસ્થાએ પામવા સાથે નવ પુદગલે ગ્રહણ કરી શકે છે. ૨. ઔદારિકમિશ્ર–આગળના ભવથી જીવ પોતાની સાથે તેજસ-કામણ લાવે છે તે અને ઔદારિક શરીરની જેકે શરૂઆત કરી છે, પણ નિષ્પત્તિ થઈ નથી તે તે દારિકમિશ્ર કહેવાય છે. એવી રીતે વિકિય ને આહારક માટે પણ જાણવું. ૩. ઔદારિક–જે શરીરનાં પુદ્ગલ સ્થળ તેમ જ પ્રાયે અસ્થિ, માંસ, રુધિર અને ચરબીમય હોય છે તે. ૪. વેકિયમિશ્રર્દશ્ય થઈને અદશ્ય થવું, ભૂચર થઈને બેચર થવું, મોટા થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy