SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] . અધ્યાત્મક૫મ [ દશમ ખાડા ખડબા અને ડુંગરા-ટેકરીવાળો ખરાબ રસ્તો લીધે. પરિણામ એ થયું કે રસ્તામાં તેના ગાડાને ધરે ભાંગી ગયો, ત્યારે ગાડાવાળા પિતાની અણસમજ પર પસ્તાવા લાગ્યો. ઉપનય–આ લઘુ દષ્ટાંત બહુ ઉપયોગી છે. આમાં વિદ્વાન શ્રોતા અને ભણેલા વાંચનારાઓ પ્રત્યે ઉપદેશ છેઃ હે વિદ્વાન ! તમે જાણો છો કે મોહથી અને પ્રમાદથી સંસાર વધે છે, તમે સંસારની અસ્થિરતા સાંભળી છે, જાણી છે, માની છે અને શમ, દમ, દયા, દાન, ધૃતિ વગેરેથી પુણ્યબંધ અથવા કર્મનિર્ભર છે એ પણ જાણે છે છતાં તમારું વર્તન પાપને રસ્તે થાય છે એ બહુ ખોટું છે. અજાણ્યા ભૂલ કરે એ કાંઈક સંભવિત છે, પણ જાણીજોઈને તમારું ગાડું ખરાબ રસ્તે ચલાવી, પછી તે ભાંગે ત્યારે પસ્તાવો કરે એ તમારે માટે તદ્દન ખોટું છે. તમે સમજુ છે તેથી વધારે કહેવાની જરૂર નથી, પણ તમારા વર્તનનું ઘણું માણસો અનુકરણ કરે છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ૭. ભિક્ષુકનું દષ્ટાંત--એક ગામડિયે દરિદ્રી પોતાના ગામમાં કાંઈ પણ કમાતે નહોતે, તેથી ભિક્ષા માગવા સારુ પરદેશ ગયો. તે બિચારે અનેક ગામ રખડ્યો, પણ તેને પેટપૂરતી પણ ભિક્ષા મળી નહિ, ત્યારે આખરે કંટાળીને તે પોતાના ગામ તરફ પાછો ફર્યો. રસ્તે એક ગામમાં યક્ષનું મંદિર આવ્યું, ત્યાં રાત્રિએ સૂતો. પોતાની દરિદ્રતા પર વિચાર કરતે અર્ધ જાગ્રત સ્થિતિમાં સૂવે છે, તેવામાં મધ્ય રાત્રિએ એક સિદ્ધ હાથમાં ચીતરેલો ઘડો લઈ ત્યાં આવ્યું, જમીન પર એક સ્વરછ જગ્યાએ તે ઘડો મૂક્યો અને તરત જ એક સુંદર ઘર બની ગયું. પછી તે બોલ્યો કે “ સ્ત્રી થઈ જાઓ” એટલે ત્યાં નવયૌવના, સુંદર વેશવાળી, રતિના અવતાર જેવી સ્ત્રી ઉત્પન્ન થઈ. ત્યાર પછી તે સિદ્ધ જે જે બેલવા લાગ્યો તે તે સર્વ થવા લાગ્યું. આખી રાત્રિ તે સ્ત્રી સાથે વિવિધ પ્રકારના કામભેગ ભેળવી, સારી રસવતીને આહાર કરી, પ્રભાતસમય નજીક આવતાં તેણે સર્વ સંહરી લીધું. પેલા ભિક્ષુક આ સવ જોયા કરતું હતું અને આ વખત વિચારતો હતો કે “અરેરે! હું તો પૃથ્વી પર તદન દુર્ભાગી છું. મને તે માયા પણ મળી નહિ અને પ્રભુ પણ મળ્યા નહિ, માટે હવે તે હું આ સિદ્ધની સેવા કરું.” આ વિચાર કરી તે ભિખારીએ સિદ્ધનો આશ્રય લીધે અને તેની સેવા કરવા માંડી. ઘણા વખત સુધી એકચિત્તે પેલા સિદ્ધની સેવા કરવાથી, આખરે તે પ્રસન્ન થયા અને કહ્યું કે “બોલ, તારે શેની ઈચ્છા છે?” ત્યારે ભિક્ષુકે કહ્યું કે “હું પણ તમારા જેવા સુંદર ભેગે ભેગવું એવું કરે!” ત્યારે તેને ઘડો કે વિદ્યા બેમાંથી શું જોઈએ છે, એમ સિદ્ધ તેને પૂછ્યું. આ ભિક્ષુક, જે મહાદુર્ભાગી હતું, તેણે ભવિષ્યમાં વિદ્યા સાધવાને કંટાળે ન થાય, તેટલા માટે કહ્યું કે “આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તો કૃપા કરીને આપને ઘડે મને આપી દે.” મહાનુભાવ સિદ્ધપુરુષે પિતાને ઘડો તરત જ તે ભિક્ષુકને આપી દીધું. ભિક્ષુક પિતાને ગામ ગયે અને, ઘટના પ્રભાવથી ઉત્તમ હવેલી, શય્યા, નવયૌવના સ્ત્રી, ફરનીચર વગેરે અનેક સુખની સામગ્રી ઉપજાવી, પોતે આનંદમાં રહેવા લાગે. પોતાના કુટુંબને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy