SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] વરાગ્યપદેશ [ ૨૦૩ પણ સુખી કર્યું. એક દિવસ દારૂ પીને મસ્ત થયેા અને લહેરમાં આવી જઇને ઘડા લઇને નાચવા લાગ્યા. દુર્ભાગીનાં નસીમ મહાન હતાં જ નથી. વખત ભરાઈ ગયા, પાપ ઉદય આવ્યું, ઘડો માથેથી પડવા અને ફૂટી ગયા ! તે જ વખતે જુએ છે, તે પોતે ઉકરડામાં ઊભા છે. ઘર, સ્ત્રી, ભાગ, સને નાશ થઈ ગયા. તેણે જો વિદ્યા લીધી હાત તે ફરીને પણ સ` નિપજાવી શકત, પણ હવે તેા કાંઇ બની શકે તેમ નહોતું. ઉપનય-પ્રાપ્ત થયેલી સવ સામગ્રી માત્ર પ્રમાદથી ભિક્ષુક હારી ગયા, તે રીતે મનુષ્યભવમાં ધર્મારાધના ચાગ્ય સવ સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રમાદથી સહારી જાય છે, તેના પરિણામે ભવિષ્યમાં તારે પસ્તાવા કરવા પડશે. આ હકીકત અગાઉના દેષ્ટાંતમાં બહુ સ્ફુટ કરી છે. બીજો સાર એ લેવાના છે કે મનુષ્ય ઘણું ખરુ` તાત્કાળિક લાભ તરફ ધ્યાન આપે છે. જે ભિખારીએ કષ્ટસાધ્ય વિદ્યા લીધી હાત, તેા શરૂઆતમાં તે તેને જરા પ્રયાસ પડત, પણ પછી હમેશની પીડા મટી જાત ! પરંતુ માણસને બેઠાં મળે તા ઊઠવાની ઇચ્છા થતી નથી. આ ટેવ બહુ જ ખરાખ છે. ઘણા માણસા તાત્કાળિક લાભની લાલસાથી જ અન્યાયી કાર્ટીમાં સપડાય છે. ખીજી' એ સમજવાનું છે કે પેાતાની સ્થિતિ કરતાં એકદમ માટા થઈ જવાની હોંશ રાખવી નહિ, નાના બાળકને તા જે પચતુ હાય તે જ પચે, વધારે ભારે ખારાક ખાવામાં આવે તે જ્વરાદિ દ્વારાએ મરણ પ્રાપ્ત થાય છે. ૮. દરિદ્ર કુટુ‘અનુ` દૃષ્ટાંત—કોઈ એક ગામમાં એક દરિદ્ર કુટુંબ વસતું હતુ. એક સારે દિવસે તેઓ કોઇ ગૃહસ્થને ઘેર ગયા, ત્યાં તેઓએ દૂધપાક રધાતા અને ખવાતા જોયા, ત્યારે તેઓને પણ તે ખાવાની ઇચ્છા થઈ. બધાએ એકસાથે નિર્ણય કર્યો કે આજ ભીખ માગીને પણ દૂધપાક ખાવેા. એક જણ કોઇ જગ્યાએથી જેવું તેવું દૂધ લઈ આવ્યા. ખીજો વળી કોઈ ઠેકાણેથી ચાખા લઈ આવ્યેા. પૂરી કરવા સારુ એક જણ ઘી લઈ આવ્યેા. એક લોટ લઇ આવ્યા. આવી રીતે છૂટી છૂટી વસ્તુઓ લાવીને, તેનાં દૂધપાક પૂરી બનાવ્યાં. પોતે જે જે વસ્તુ લાવ્યા હતા તેના પ્રમાણમાં સર્વેએ પોતપોતાના ભાગ પાડવા માંડ્યા; પણ મૂર્ખ હતા તેથી પરસ્પર વાંધા પડયા અને જ્યારે કોઇ રીતે અંદર અંદર સમજી ન શકળ્યા, ત્યારે દરબારમાં ફરિયાદ કરવા ગયા. કેટલાક વખત થયા પછી પાછા ફર્યા અને જુએછે તા માલૂમ પડયુ* કે કૂતરાએ દૂધપાક અને પૂરી વગેરે સવ ખાઈ ગયાં છે ! ઘણા દિવસે મળેલી વસ્તુ આમ એકદમ ચાલી ગયેલી જોઇ તેએને સવને ધ્રાસકો પડયો અને મરણ પામ્યા. ઉપનય—મહાપ્રયાસ કરીને પ્રાપ્ત કરેલ દૂધપાક-પૂરીનુ` જમણુ જેમ સદરહુ કુટુ બી પામી ાકવા નહિ અને ઊલટા તે જ નિમિત્તે મરણ પામ્યા, તેવી જ રીતે મહાપ્રયાસે પ્રાપ્ત થયેલ મનુષ્યભવ વગેરે સામગ્રી રાગ-દ્વેષાદિ કારણેાથી ફળ વગરની થઈ પડે છે, એટલું જ નિહ પણ અનંત જન્મ-મરણુ પણ આપે છે. વળી, પુણ્યવાન ગૃહસ્થાની મોટાઈ જોઈને શક્તિ વગરના રકા તેની સરસાઈ કરવા માગે તે તેમાં પેાતાના જ નાશ થાય છે. અત્ર મુખ્ય ઉપદેશ એ છે કે પેાતાની જે સ્થિતિ હોય તેમાં સ`ષ માનવા. દુનિયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy