________________
અધિકાર ]. વૈરાગ્યપદેશ
[ ૨૦૧ આવવું એમ કહ્યું, પણ તેનો અર્થ સ્પષ્ટ ન કર્યો. ત્રણે પુત્રે સોનામહોર લઈ જુદે જુદે ગામ ગયા. એક છોકરો તે બિલકુલ મજશેખ કરે નહિ; તેને ખાવાને, સૂવાને કે ફરવાનો શોખ જ નહિ; તેમ જ પરસ્ત્રી, સટ્ટા કે એવું બીજુ દુર્વ્યસન પણ તેને નહોતું. તેણે તે વેપાર કરીને માટી ૨કમ મેળવી અને ખરચ માપસર રાખવાથી મોટે પૈસાદાર બની ગયે. બીજે ભાઈ એવા વિચારને હતું કે મૂળ રકમ જાળવી રાખવી, બાકી વ્યાજ કે હાંસલ, જે વધે તે, ખરચી નાંખવાં. એટલે એણે મુદ્દલમાં એક પાઈ પણ વધારી નહિ, તેમ ઘટાડી પણ નહિ. ત્રીજો ભાઈ લહેરી હતું. એણે તો ખાવાપીવામાં, મોજમજામાં સઘળા પૈસા ઉડાવી દીધા. વેપાર કર્યો જ નહિ. મુદત પૂરી થઈ ત્યારે સર્વ ભાઈઓ પાછા ફર્યા. ત્રીજા ભાઈની હકીકત સાંભળી સર્વ હસ્યા અને તેના બાપે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. લોકોએ તેની નિંદા કરી. પહેલા ને બીજા ભાઈ માટે અનુક્રમે વિશેષ અને અલ્પ સંતોષ જણાવ્યો.
ઉપનયમનુષ્યભવ પામે બહુ દુર્લભ છે. એ પ્રાપ્ત થવામાં અનેક વિદને આવી પડે છે. આવી અનેક મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ અને તેની સાથે જૈનધર્મ, નીરોગી શરીર, ગુરુને વેગ વગેરે જોગવાઈ-સામગ્રી પ્રાપ્ત થવી પણ તેટલી જ મુશ્કેલ છે. મહાપુણ્યયોગે એ સઘળું પ્રાપ્ત થાય છે. હવે આ મનુષ્યભવ પ્રાપ્ત કરી કેટલાંક દુઃસાધ્ય પ્રાણીઓ તે બાપડાં લાડી, વાડી અને ગાડીની લહેરમાં લહેકાઈ જઈ ધર્મ શું છે, તે સમજતા પણ નથી. આવા જ પુણ્યધન હારી જાય છે. પ્રાપ્ત થયેલ વારસે ગુમાવે છે અને, કપૂતની જેમ, માટે વારસો મળ્યા છતાં ગરીબ થઈ જાય છે. કેટલાક માણસો તે પ્રતિકૂળ સંજોગોને લીધે પાપ સેવે છે, પણ ઉક્ત કનિષ્ઠ પ્રકારના મનુષ્ય તે સારા સંજોગેને જ દુષ્ટ બનાવે છે. મધ્યમ માણસ સાદું જીવન જીવે છે. તેઓ કંઈનું બગાડતા નથી, તેમ મોટો સ્થૂળ કે માનસિક પરેપકાર પણ કરતા નથી. જે ઉત્તમ પ્રકારના “જીવો” છે તે તો અત્ર મહા-ઉત્તમ વર્તન રાખી પરોપકારમાં વિભૂતિઆમિક અને પૌગલિક-વાપરી આ ભવમાં લહેર કરે છે અને પરભવમાં પણ આનંદ પામે છે. જે ત્રીજા ભાઈની પેઠે ધન ગુમાવી દે છે. તેને તે અનંત કાળ પર્યત રાશી લાખ છવયોનિમાં ભટકવાનું છે, તેને છેડે નથી. અને પરાક્રમવાળા જીવોએ મધ્યમ ભાઈની પેઠે બેસી રહેવું સારું નથી. તેજી ઘડાઓ એ તે કામ પાર પહોંચાડવું સારું છે. આ મનુષ્યભવ ફરી ફરીને જલદી મળવાનો નથી, માટે ત્રીજા ભાઈના જેવી સ્થિતિ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવાની અને પહેલા ભાઈની જેમ વર્તવાની જરૂર છે. આ મનુષ્યભવના સરવૈયામાં પણ ઉધાર પાસું વધે તે તો બહુ જ ખોટું કહેવાય.
૬. ગાડું હાંકનારનું દષ્ટાંત-એક ગાડાવાળાને એક ગામથી બીજે ગામ જવાનું હતું. પોતે તે ગામના સારા તથા ખરાબ બને રસ્તા જાણતું હતું, છતાં તે ગામ જતાં પોતે અ, ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org