________________
૩૨
બનાવવું અને કાંઈક વધારે કરવો. એવી રીતે વધારે કરેલું મન પિતાના વિષય તરીકે સર્વ જી તરફ પ્રેમભાવ લાવી તેમાં આનંદ પામે છે અને આવા પ્રકારના અધ્યાત્મને શ્રીયુત ઉપાધ્યાયજી નિર્મલ કહે છે. તે જ મહાત્મા અધ્યાત્મસારના બીજા અધિકારમાં કહે છે કેगतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्म जगुर्जिनाः ॥
જે મહાત્માને મેહને વિષય નાશ પામ્યો હોય અને જે આત્માને આશ્રયીને શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવતે તેની ક્રિયાનું નામ તીર્થકર મહારાજ અધ્યાત્મ કહે છે. અધ્યાત્મના શબ્દાર્થને ગ્રંથકર્તાએ કેટલે દરજજે યોગ્ય કરી બતાવ્યું છે તે આપણે આગળ જોશું.
ચાર નિક્ષેપે અધ્યાત્મ-દરેક વસ્તુને જૈન શાસ્ત્રકાર ચાર નિક્ષેપા માને છે. એ કઈ પણ વસ્તુ જુદી જુદી દૃષ્ટિથી જોવાનાં જુદાં જુદાં દ્વાર છે. અધ્યાત્મના પણ તેવી જ રીતે ચાર નિક્ષેપ થઈ શકે છે: નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ. માત્ર “ અધ્યાત્મ” શબ્દ બોલ પણ તેને અર્થ સમજ નહિ એ નામે અધ્યાત્મ કહેવાય છે. તેવી જ રીતે અધ્યાત્મને ડોળ ઘાલનાર શુદ્ધ વર્તન વગરના પ્રાણીઓ નામ અયામી કહેવાય છે. આધ્યાત્મિક જીવન વહન કરનારની મૂર્તિની સ્થાપના કરવી અથવા અધ્યાત્મનું અક્ષરવિન્યાસપણું કરવું એ સ્થાપના અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મને ઉત્પન્ન કરનાર ઉપદેશ અથવા દૃશ્ય કે દ્રવ્ય કારણોને દ્રવ્ય અધ્યાત્મ કહેવાય છે. અથવા રેચક. પૂરક, કુંભકાદિકે કરી બાહ્ય વૃત્તિએ એવું ધ્યાન બતાવે કે જેથી લેકે એમ જાણે જે એણે આંતરવૃત્તિએ આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ કયું દેખાય છે, પણ પોતે તો કરે ને કરે જ હોય, તે પણ દ્રવ્ય અધ્યાત્મ કહેવાય છે. અને નિજસ્વરૂપ સહિત ક્રિયાનું પ્રવર્તવું તે ભાવ અધ્યાત્મ કહેવાય આ ચાર નિક્ષેપો ખાસ વિચારવા યોગ્ય છે. તેમાં પ્રથમના ત્રણ છાંડવા યોગ્ય છે અને ઉપરના કામાં જે પ્રકારનું વર્તન કરવાનું કહેવામાં આવ્યું છે તેવા થવા યત્ન કરવો લાભપ્રદ છે. આ સ્થિતિને ભાવ અધ્યાત્મ કહેવામાં આવે છે, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ પણ સાધન તરીકે ઉપયોગી છે, પણ સાધનને સાધ્ય તરીકે માનવાની ભૂલ ન થવી જોઈએ. સાધનને સાધ્ય માનવાની ભૂલ ઘણીવાર થતી જોવામાં આવે છે અને તેથી સાધનમાં જ જીવતર પૂર્ણ થાય છે. દાખલા તરીકે, વ્યાકરણ અભ્યાસનું સાધન છે, સાધ્ય ભાષાજ્ઞાન અથવા ધર્મશાસ્ત્રના ગ્રંથનું વાચન છે, છતાં ઘણું પ્રાણીઓ વ્યાકરણના અભ્યાસમાં જ બહુ વરસે અથવા આખી જિંદગી ગાળી નાખે છે. આવી રીતે ઘણા પ્રાણીઓ સાધ્ય સમજ્યા વગર અથવા તેને નિરંતર દૃષ્ટિમાં રાખ્યા વગર સાધનધર્મોમાં જ પિતાની જિંદગી પૂર્ણ કરે છે. ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે સાધનધર્મોમાં જીવન પસાર થાય છે તેથી નુકસાન નથી, પુનર્ભવ માનનારને તે તેનો લાભ અન્ય ભવમાં આગળ પણ મળે છે; માત્ર હકીકત એમ છે કે સાધ્ય ધમ ઉપર બહુ થોડું ધ્યાન અપાય છે તે વાતમાં ફેરફાર થવો જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ અધ્યામના ચાર નિક્ષેપો પર બહુ મુદ્દાસરનું વિવેચન શ્રી શ્રેયાંસનાથજીના સ્તવનમાં કરે છે. એમાં તેઓશ્રીએ ઉપરના ચાર નિક્ષેપાનાં નામો આપવા પહેલાં એક બહુ અગત્યની વાત કહી છે
નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે;
- જે કિયિા કરી ચૌગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. અધ્યાત્મ તેનું નામ જ સમજવું કે જેનાથી ઉપર કહેલ ભાવ અધ્યાત્મ સિદ્ધ થાય, નિજસ્વરૂપરમતા થાય અને નિજસ્વરૂપસ્થિરતા થાય; બાકી ક્રિયાથી ચાર ગતિમાંથી કોઈ શુભ કે અશુભ ગતિ સધાય તેને અધ્યાત્મ ન કહેવાય. આપણે શુભ ક્રિયાઓ કરીએ તે તેથી દેવની કે મનુષ્યની ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org