SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ અધિકાર ] સ્ત્રી મમત્વમોચન તે વિચાર. જરા વિચાર કરીશ તે કદી પણ મોહ થશે નહિ. રાવણ સરખા ભૂલ્યા, તે આટલો વિચાર ન કરવાનું જ પરિણામ હતું. અને નેમિનાથ સંસાર છોડી ચાલ્યા ગયા. તે એ વિચાર કરવાનું જ પરિણામ હતું. તેને પ્રથમથી જ સમજાઈ ગયું હતું કે સ્ત્રીસંબંધથી અનેક પ્રકારની ઉપાધિ જરૂર વધશે. અનેક મહાત્માઓ સંસાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે તે આ બંધન તોડવા માટે જ છે. સ્ત્રીના રૂપમાં આસક્ત થયેલા મનુષ્યરૂપ અનેક પતંગિયાં બહારના મોહથી ફસાઈ, સારાં કપડાં પહેરીને શેભીતી થયેલી પરસ્ત્રીરૂપ દીવાની ઝાળમાં પડે છે અને પછી શું થાય છે તે સર્વ સમજે છે. શંગારને પિષણ કરનારા કવિઓની કવિત્વશક્તિ ગમે તેટલી વખાણવા જેવી હોય, પણ તેઓની મનનશક્તિ આટલેથી જ અટકી છે. કોઈ આવા જ પ્રકારના હેતુથી શાંત રસને રસમાં ગણવાની તેમના તરફથી ના પાડવામાં આવી છે! કવિએ પણ મનુષ્ય જ હતા અને મનુષ્યની નબળી બાજુમાં મોહ રહે છે, તેને વશ થઈ જવાથી મોહ તેઓના ઉપર પોતાની શક્તિ અજમાવે એ સ્વાભાવિક છે. - આ શ્લોકનો ભાવ વિચારવા જેવો છે. સંસારમાં ભમાડનાર કર્મો પૈકી મેહનીય કર્મ બહુ તીવ્ર છે, બળવાન છે અને સામે થવામાં જરા મુશ્કેલી પમાડે તેવું છે. ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા સિદ્દર્ષિ ગણિ તેમ જ અન્ય મહાત્માઓ કર્મોની અંદર તેને રાજાની પદવી આપે છે, અને બીજા કર્મોને તેના પ્રધાન, સિપાઈ તરીકે ઓળખાવે છે, ધર્મ-ધનની હાનિ કરનાર મેહનીય કર્મના પ્રભાવથી ધમધનથી રહિત થઈ જઈ આ જીવ સંસારમાં રખડ્યા કરે છે. સંસાર ઓછો કરવા, ભવના ફેરા મટાડવા, સ્વસ્થાન પ્રાપ્ત કરવા અને નિરતિશય આનંદ મેળવવા સ્ત્રી પરનું મમત્વ ઓછું કરવું એ અત્રે ઉપદેશ છે. સાંસારિક બેગ ભેગવનારાએાએ તેને તજતી વખત શાલિભદ્ર અને સ્થલિભદ્રાદિનાં ચરિત્ર વિચારવા અને સંસારમાં ન પડયા હોય તેમણે પડ્યા અગાઉ શ્રીનેમિનાથ અને શ્રીમલિનાથાદિકનાં ચરિત્ર વિચારવાં. (૫ ૩૯) ભવિષ્યની પડાએ વિચારીને મેહ ઓછો કરવો विमुह्यसि स्मेरदृशः सुमुख्या, मुखेक्षणादीन्यभिवीक्षमाणः । समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥६॥ (उपजाति) વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીઓનાં નેત્ર, મુખ વગેરે જોઈ મોહ પામે છે, પણ તેના મોહને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી નરકની પીડાઓને તું કેમ જોતો નથી?” (૬) વિવેચન દૂધ પીવાને લલચાયેલી બિલાડી દૂધને જ દેખે છે, પણ માથે ડાંગ લઈને ઊભેલા પુરુષને દેખતી નથી; બેટે દસ્તાવેજ કરનાર તાત્કાલિક લાભને જ જુએ છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy