SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] અધ્યાત્મક૯૫મ [ દ્વારા વિરને વિનતિ : શાસનમાં લૂટારાનું જોર न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया, लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । विभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः, पूत्कुर्मः * किमराजके ह्यपि तलारक्षा न किं दस्यवः ? ॥६॥ (शार्दूलविक्रीडित) હે વીર પરમાત્મા! મોક્ષમાર્ગના વહન કરનારા તરીકે (સાર્થવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતા (સ્થાપિત કર્યા હતા, તેઓ કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેટા લૂંટારા થઈ પડ્યા છે! તેઓ યતિનું નામ ધારણ કરીને અલ્પ બુદ્ધિવાળાં પ્રાણીઓની પુણ્યલમી ચોરી લે છે. અમારે તે હવે શું પકાર કરે? ધણી વગરનું રાજ્ય હોય, ત્યાં કોટવાળ પણ શું ચેર નથી થતા ?” (૬) વિવેચન–પાંચ વરસ ઉપર ઉચ્ચારેલા શબ્દો ત્યાર પછીના બનાવે વધારે સત્ય કર્યા છે. શ્રી મુનિસુંદરસૂરિએ સ્પષ્ટ અક્ષરમાં ઘણી હિંમતથી સત્ય બહાર પાડ્યું છે. ઉપર કહ્યું તેમ, વ્યક્તિ પરના દષ્ટિરાગથી ઘણુ જીનું બગડે છે, પણ બગાડનાર તે મહાકમ બંધ કરે છે. શિથિલાચાર, પ્રમાદ, વિનયને અભાવ, અહમિંદ્રતા વગેરે સંવેગી સાધુઓમાં પણ દષ્ટિગોચર થાય છે. બિચારા જતિ, ગેરછ અને પાટધારી શ્રી પૂજે તે ચોથા વર્ગના ગુરુ છે; તેઓ તે શાસનને ખરેખરા લૂંટારા છે, પણ જે સ્થાનેથી એકાંત શાંતિની આશા રાખી શકાય, ત્યાં પણ જરા જરા સડો પેસતું જાય છે અને વધતું જાય છે. શ્રી સુધર્માસ્વામીને પ્રભુએ પાટ સોંપી, તેની પરંપરાએ આગળ જતાં કેટલાક કાળે જેઓ થયા તેઓ શાસન બરાબર ચલાવી શક્યા નહિ અને ધણીધારી વગરના રાજયમાં કોટવાળ જ લૂંટારા થઈ પડે તેમ થયું. લેકની પુણ્યલક્ષમી વધારવાને બદલે સંસારમાં રખડાવી પા૫પંક વધારનારા થયા. આ મહાજુલમ થયો છે. અમારે પિકાર કે સાંભળતું નથી. અમારે ફરિયાદ કેની પાસે કરવી? જ્યારે વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યારે બચાવ કયાંથી થાય? હે કોટવાળ! તમે તમારી ફરજ સમજે, આંખ ઉઘાડે. તમારી જવાબદારી બહુ જબરી છે. જે તમે લોકોને રખડાવશે તે તમારા વિસ્તાર થશે નહિ ધર્માધ્યક્ષોની ફરજ આ જમાનામાં ખાસ વધારે છે, તે સ્પષ્ટ હકીકત છે. પાશ્ચાત્ય વિચારને ઘેધબંધ પ્રવાહ, કેટ વગેરે નવીન તત્વજ્ઞોના સ્થૂળ તત્ત્વવાદ (Materialism)ના ઉલેખો, મીલ વગેરે અર્થશાસ્ત્રીઓના સ્વતંત્ર લેખો, પૂર્વના દઢ સંસ્કારોને થતો વિષમ સંગમ અને આજુબાજુની હવાને અંગે મહાન ફેરફાર લક્ષ્યમાં રાખી, હાલ શું જોઈએ છે તેને અભ્યાસ કરે, તેનું ચિંતવન કરવું અને સ્વશક્તિ અનુસાર તેને અનુરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy