________________
અધિકાર ] દેવગુરુધર્મશુદ્ધિ
[ ર૪૫ આ હેતુથી, એ બાબત વારંવાર દઢ કરવામાં આવી છે. દૃષ્ટિરાગ એટલે અમુક વ્યક્તિને જોઈને તેના પર રાગ થઈ જાય તે સમજે નહિ, પણ મિથ્યાત્વજન્ય મેહનીય કર્મના ઉદયથી થતો અસ્વાભાવિક પ્રેમ સમજવો.
આ પ્રસંગે એક બહુ અગત્યની બાબત ઉપર ધ્યાન ખેંચવાની જરૂર લાગે છે. જૈન શાસ્ત્રકાર વિચાર કર્યા વગર અંધશ્રદ્ધાથી ધર્મ કબૂલ કરાવવાને આગ્રહ કઈ જગ્યાએ કરતા નથી, એ ખાસ નેંધ લેવા જેવી હકીકત છે. વારંવાર સ્પષ્ટ રીતે કહે છે કે તમે વિચાર કરો, તપાસ કરે, મનન કરો, તજવીજ કરે, સરખામણી કરો. જો તમને ન્યાય શાસ્ત્રના સામાન્ય જ્ઞાનથી તુલનાશક્તિ અને તેને પરિણામે થતી નિશ્ચયપદ્ધતિ (Power of indenpedent judgment ) પ્રાપ્ત થઈ હોય તે તેને તમે પૂરતો અવકાશ આપે; અન્ય ધર્મની સરખામણીમાં જે તમને જૈન તત્વજ્ઞાનમાં કાંઈ અપૂર્વ વસ્તસ્વરૂપ અને પરસ્પર વિરોધને અભાવ જણાતો હોય, તો અત્ર કહેવામાં આવે છે તે આદરો, જૈન શાસ્ત્રકારે કદી પણ કહેતા નથી કે અતીરિજાતુ રે માવા, તieતા થાત ! અતીન્દ્રિય વિષયોમાં તર્ક ચલાવે નહિ. આ વચન કેવું હોય તે વિચારવા લાગ્યા છે. જે શાસ્ત્ર ન્યાયની અપૂર્વ કેટિ એ ઉપર બંધાયેલું હોય, તેમાં આ મનુષ્યબુદ્ધિને પછાત નાખી દેનારે, તેની અવગણના કરનારે, તેનું ઊગતાં જ મન કરી નાખનારે વિચાર બતાવવાની આવશ્યક્તા હોય જ નહિ. આ સાથે એટલું પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક ફિલોસેફ તર્ક (teason) ઉપર જ બંધાયેલી છે અને તેમ બંધાયેલી હોય તેને જ ફિલોસેફી કહી શકાય. ધર્મ (religion) માં શ્રદ્ધા (faith)ને અંશ વિશેષ હોય છે, તેમ ફિલેફીમાં હેતું નથી, પરંતુ જેના દર્શન તરવજ્ઞાનથી ભરપૂર છે, તક પર બંધાયેલ છે. જૈનધર્મ એ જુદે જ વિષય છે અને પ્રાકૃત વ્યક્તિના શુદ્ધાચરણ માટે વિકરવર કરેલું તેનું સ્વરૂપ છે. તત્વજ્ઞાનના ભંડાર તરીકે તેના સંબંધમાં અથવા બીજા કઈ દર્શનના સંબંધમાં તર્ક-વિચાર-ન્યાયને સારી રીતે અવકાશ આપવો.
આ પરીક્ષા બતાવવા માટે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર પડે છે અને તેને માટે ગુરુની જરૂર પડે છે. એ ગુરુ જે શુદ્ધ હોય તે તે શુદ્ધ તત્ત્વજ્ઞાન બતાવે છે અને તે પ્રાપ્ત કરવા માટે કેટલાક વર્તનધર્મો પણ બતાવે છે. એ વર્તનધર્મો સાધ્ય નથી પણ સાધન છે, સાધન ગમે તેવાં પ્રબળ હોય પણ સાધ્યનું લક્ષ્ય ન હોય, તે જોયું ન હોય, જાયું ન હોય તે નકામાં જ છે. આ કારણથી ગુરુની અગત્ય કેટલી છે તે સમજાય છે. આ હેતુથી અમુક દર્શનની પરીક્ષા કરવા પહેલાં તેના બતાવનાર ગુરુની પરીક્ષા પ્રથમ કરવાની આવશ્યક્તા સિદ્ધ થાય છે. (૫, ૧૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org