SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] શાસ્ત્રગુણ [ ૧૪૭ તામ્ર કે પારદ પ્રમુખના પ્રયોગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ, ત્યારે તે કેસની આશા છેડી જ દેવી. તેમ જ સંસાર દુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયણરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ, તે જાણવું કે તેવા વ્યાધિવાળો પ્રાણ “દુઃસાધ્ય” કે “અસાધ્ય”ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાર્ગગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદને પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આળસ-પુરુષાર્થને અભાવ-એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ, પછી તે ઉપાધિ સહિત કે રહિત હોય, તેને કર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુગુણ છે. એની હાજરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુજીવનમાં પ્રમત્ત અવસ્થા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછા હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કેણ છે? પિતાની ફરજ શી છે? પિતાનું સાધ્ય શું છે? તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે ?–તે જાણવાનું–સમજવાનું બની આવે છે અને તેથી જ પ્રમાદને દૂર કરવાની યેગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વર્તન પર અસર કરનારે જોઈએ. વાગડંબર કે ચપળતા કરાવનારે શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી; કારણ કે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધ તરીકે તેમાં જે ગુણ રહેલે છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નિપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે. તેમ શાસ્ત્રાભ્યાસ પણ આવા સગોમાં ઉપયોગ વગરને થઈ પડે છે. તેથી રસાયનનું ઉક્ત દષ્ટાંત બરાબર ઉચિત છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરે તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વગેરે દુર્ગુણે હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાધ્ય તે “શિવ (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપનારા આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેનો સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રમાદ થયા જ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા સમજવી અને વર કરવા પરમ પુરુષાર્થ પ્રગટ કરે. (૨૬ ૯૩) - સ્વપૂજા માટે શાસ્ત્રાભ્યાસ કરનારા પ્રત્યે अधीतिनोऽर्चादिकृते जिनागमे, प्रमादिनो दुर्गतिपाप'तेर्मुधा । કયોતિર્વિમૂઢ દિ જાતિનો, ગુજય મૈ શસ્ત્રમય રહ્યુf? રૂ . ( વંથ) “દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણ પિતાની પૂજા માટે જૈન શાસ્ત્રનો અભ્યાસ કરે છે १. पनीपत्यत इति पापतिः। यङन्तपत्धातोरिदं किप्रत्ययान्तम् । “आदगमहनजनः किकिनौ लिट् च।” (३-२-१०१) पाणिनिकृताष्टाध्यायीस्थसूत्रं, तत्रस्थेन सासहिवावहिचाचलिपापतीनामुपसंख्यानमिति कार्तिकेन । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy