SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ 3 અધ્યાત્મકલ્પમ [ નવમ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. શ્રી મહાત્મા આનંદઘનજી તેટલા જ માટે કહી ગયા છે કે “મન કેમે કરીને પ્રભુમાં બાઝતું નથી.” * શરૂઆતમાં મનના સંકલ્પ તદ્દન દૂર કરવા, એ બનવું મુશ્કેલ છે, તેથી અભ્યાસ પાડવાની ઇરછાવાળાએ મનમાં જે માઠા સંકલ્પ આવે કે તેને દાબી દે; જેમ બાળક ને લાત મારે છે તેમ તેને ચેટિયે ભરે, છતાં મનના બંધારણ પ્રમાણે તે સંક૯૫ પાછો બેવડા જોરથી હલ્લો કરે છે. જે તે વખતે વધારે દઢતા રાખવામાં આવે તે ધીમે ધીમે ટેવ પડવાથી મન પર અંકુશ આવતો જાય છે. બીજું, મનના વિચારે સંજોગાનુસાર થાય છે માટે સંજોગો સારા કરી દેવા, પુખ્ત વિચાર કરીને નિર્ણ કરવા અને પ્રબળ કારણે વગર તે નિર્ણયોને ફેરવવા નહિ. જરા અગવડ પડે તેપણ વિચારે વારંવાર બદલવા નહિ. આ અધિકારમાં નીચેની હકીકત પર ખાસ ધ્યાન ખેંચ્યું છેઃ ૧. મન વશ કરવાની જરૂર. આનાં કારણે માં મનનું ચંચળપણું અને વશ કર્યા પછી તેની શક્તિ તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. (૧-૨-૪) ૨. મન વશ કરવાને ઉપદેશ. ઉક્ત હકીકત વધારે સ્પષ્ટ કરી છે અને સાથે બીક પણ બતાવી છે કે મન વશ કરશે નહિ તે સંસારમાં રઝળશે. (૩). ૩. મોનિગ્રહ વગર બહિઃક્રિયાનું નિષ્ફળપણું. યમ, નિયમ, તપ, ધ્યાન વગેરે સર્વ ક્રિયા, જ્ઞાન અને વર્તન મને નિગ્રહ વગર નકામાં છે એ ચાર શ્લેકથી બતાવ્યું છે. (પ-૬-૭-૧૨). ૪. મનને વશ થવાથી સંસારમાં પાત. ત્રણ દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લેવા જેવું છે. (૧૧) ૫. મનોનિગ્રહથી પરમ પુણ્ય, (૧૩) મોક્ષ (૧૫) અને તે વગર વિદ્વત્તાની નિરર્થકતા. (૧૪) ચોથા વિષયની બીજી બાજુ અવ નિર્દિષ્ટ થઈ છે. ૬. મનોનિગ્રહના ઉપાય. જ્ઞાન, ચારિત્ર, ભાવના અને આત્મવિચારણા. (૧૬) આ છ વિષય જુદા જુદા રૂપમાં વિવેચનમાં સારી રીતે ચર્ચવામાં આવ્યા છે. બધી વાતનો સાર એ છે કે મનને મોકળું મૂકી દેવું નહિ. * આનંદઘનજીકૃત શ્રી કુંથુનાથજીના સ્તવનની પ્રથમ પંક્તિને સાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy