SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌતિક, કાંઈક રાજકીય, કાંઈક ઈદ્રિયાર્થરતા અને કાંઈક ઢંગધડા વગરની થઈ પડી છે એમ સમજીએ માને છે, બેલે છે અને અમુક અપેક્ષાએ તેથી દિલગીર બહુ થાય છે. આવા સમયમાં અધ્યાત્મના ગ્રંથ બહુ લાભ કરી શકે છે. * લક્ષ્યસ્પષ્ટતાની જરૂર–આપણી ભાવનાની (અથવા લકયાર્થીની) સ્પષ્ટતા નથી એ હકીકત જરા ફુટ રીતે સમજવાની જરૂર છે ભાવના, જેને ઈંગ્લિશમાં Ideal કહે છે, તે દરેક મનુષ્ય સ્પષ્ટ રાખવી જોઈએ. જેવી ભાવના રાખવામાં આવે તેવા થવાને સર્વ પ્રાણીઓને ઉદ્દેશ હોય છે અને તેમાં જેટલે અંશે અસ્થિરપણું અથવા અચોક્કસપણું હોય છે તેટલે અંશે તે ગોથાં ખાધાં કરે છે. આ જીવનને હેતુ શો છે? જન્મવું, ધૂળમાં રગદેળાવું, સ્તનપાન કરવું, અભ્યાસ કરે, ધન કમાવું, પરણવું, મોજશોખ કરવા અને મરી જવું– એ તે સામાન્ય વાત થઈ. જીવનનો મહાન હેતુ શું છે એ વિચારી તદનુસાર ભાવના –ભાવનામૂર્તિ નિર્માણ કરવી જોઈએ. એ મૂર્તિ નિર્માણ થાય ત્યાર પછી તે મૂર્તિના વર્તન પ્રમાણે અનુકરણ થાય છે, આવી જાતને વિચાર કરવાનું આ જમાનામાં બનતું નથી અથવા બહુ અલ્પ બને છે, તેથી જાગૃતિ લાવવાની ઘણી આવશ્યકતા છે. એવા સમયમાં આવા પ્રકારના ગ્રંથે બહુ લાભ કરી શકે છે. આવા ગ્રંથો જીવને આક્ષેપ કરી, મૃદુતાથી બોલી, સમજવી અનેક પ્રકારનો સત્ય ઉપદેશ આપે છે. આ ઉપદેશ બહુ સારી રીતે તે સત્સંગથી પ્રાપ્ત થાય. જેઓ વસ્તુસ્વરૂપ ઓળખી તેનાથી વિરામ પામી આત્મિક ઉન્નતિ કરવામાં જ જીવન પસાર કરતા હોય, તેઓની પાસે બેસી સત્ય સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. સત્સંગને મહિમા બહુ છે. જેમાં ગુણ ઉત્પન્ન થયા હોય તેઓ જ ગુણને વાસ્તવિક બંધ કરી શકે અને ખરેખરી અસર પણ તેઓના બેધથી જ થાય. દાખલા તરીકે, જે પ્રાણીઓમાં સમતાગુણ પ્રાપ્ત થયે હોય છે અને તે ગુણને જેઓએ ખીલ હોય છે, તેના સંબંધમાં માત્ર અડધા કલાક આવીએ છીએ ત્યારે અંતરાત્મા જે અનિર્વચનીય સુખ અનુભવે છે અને જે આત્મિક આનંદ થાય છે તે અતીવ છે, મહાન છે, અવર્ણનીય છે. આવા મહાત્માઓની નિરંતર સેવા કરવાનું બને છે તે છેડા વખતમાં કાર્ય સિદ્ધ થઈ જાય, પરંતુ એ સંબંધમાં આ કાળમાં બે જતની અગવડ આવે છે ? આવા મહાત્માએ બહુ થોડા છે અને તેને લાભ લેનારાઓને અવકાશ પણ અ૯૫ હોય છે. બાહ્ય દેખાવનું કામ એટલું બધું વધી ગયું છે કે સાચા મહાત્મા કોણ છે? અને કયાં છે? એ બહુ વિકટ પ્રશ્નો છે અને તેને નિર્ણય કરવા જેઓને અવકાશ અને ઈચ્છા છે, તે તે તેમને કદાચ શોધતા હશે અને તેને લાભ લેતા હશે, પણ મોટે ભાગે આ સંબંધમાં કાંઈ થઈ શકતું નથી. વ્યવસાયી માણસને તેટલા માટે પુસ્તકસંગ પણ સત્સંગ જેટલો જ લાભ આપે છે; માત્ર શરત એટલી હેવી જોઈએ કે તેણે વાચન કર્યા બાદ મનન કરવું જોઈએ. અગાઉના કાળમાં પ્રાકૃત માણસમાં વાચનબળ અ૫ હતું અને તેનાં સાધને પણ બહુ અલ્પ હતાં, તેથી પુસ્તકસંગ બહુ અલ્પ બનતે; તે વિષયમાં હાલમાં પ્રાથમિક કેળવણીના વિશેષ પ્રચાર અને મુદ્રણકળાને લીધે સગવડ વિશેષ થયેલી હોવાથી આવા ગ્રંથની આવશ્ય તા ઉત્પન્ન થઇ છે, એટલું જ નહિ પણ તે આત્મિક વિષયની એક મોટી ખોટ પૂરી પાડનાર સાધન થઈ પડે એમ લાગે છે. ઉપર પ્રમાણે આવા ગ્રંથોની આવશ્યકતા સિદ્ધ કર્યા બાદ હવે વૈરાગ્ય અને અધ્યાત્મના વિષય પર કાંઈક વિચાર કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy