________________
૩૧૪] અધ્યાત્મકલ્પદ્રુમ
[ aોદરા એક દિશાએ ધંસરું અને બીજી દિશાએ તેની સમિલા (ધસરામાં જોતર ભરાવવા માટે નાખવાની ખીલી) નાખી હોય, તે તરતાં તરતાં આટલું મોટું અંતર ભાંગીને એકઠાં થાય,
એ બનવું જ મુશ્કેલ છે; કદી એક જગ્યાએ આવે, પણ પાસે પાસે થાય, તે પણ મુશ્કેલ છે. અને થયા પછી યુગમાં સમિલા પરવાઈ જાય તે તે અતિ મુશ્કેલ છે, લગભગ અશક્ય જેવું છે. કદાચ આ તે શક્ય થાય, પણ મનુષ્યભવ પ્રાપ્ત થવો તે તે એથી પણ વધારે મુશ્કેલ છે અને બે ધિબીજ પ્રાપ્ત થવું એ તે તેથી પણ વધારે મુશ્કેલ છે.
સમકિત પ્રાપ્ત કરી વળી પાછા કામ, ક્રોધાદિક શત્રુને તાબે થઈ જઈશ, તે વધારે રખડપટ થશે. હે યતિ! તેટલા માટે તારે તે આત્મહિત કરવામાં જ ઉદ્યમ કરે અને તને તારું ઈચ્છિત સુખ પ્રાપ્ત થાય નહિ-મોક્ષ મળે નહિ-ત્યાં સુધી પ્રબળ પુરુષાર્થ કર્યા જ કરે. (પર; ૨૩૩)
શત્રુઓનાં નામની ટીપ द्विषस्त्विमे ते विषयप्रमादा, असंवृता मानसदेहवाचः । असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः ॥५३॥ (उपेन्द्रवज्ञा)
“તારા શત્રુઓ વિષય, પ્રમાદ, વિના અંકુશે પ્રવર્તાવેલાં મન, શરીર અને વચન, સત્તર અસંયમનાં સ્થાનક અને હાસ્યાદિ છ છે. તેઓથી તું નિરંતર ચેતતે (બી) ચાલજે.” (૫૩) - વિવેચન–આ લોકમાં તારા શત્રુઓનાં નામની ટીપ આપી, તેને ઓળખાવે છે અને તેઓથી નિરંતર સાવચેત રહેજે, એ તેમાં ઉપદેશ છે, શત્રુઓનાં નામે –
સ્પર્શ (૮), રસ (૫), ગંધ (૨), રૂપ (૫) અને શબ્દ (૩)એ પાંચ ઈદ્રિયોના મૂળ પાંચ અથવા ઉત્તરભેદરૂપ ત્રેવીશ વિષય.
મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા એ પાંચ પ્રમાદ. મન, વચન અને કાયાના સંયત કર્યા વગરના વ્યાપારે. સંયમને સત્તા સ્થાન પર અભાવ અથવા અનુપગ તે અસંયમ.
પાંચ મહાવ્રત, પાંચ ઇન્દ્રિયનું દમન, ચાર કષાયને ત્યાગ અને ત્રણ ભેગનું રૂંધન, એ સત્તર ભેદે સંયમ છે. એની ગેરહાજરી એ અસંયમ છે. હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને દુર્ગછા એ છ નેકષાય છે, કષાયને ઉત્પન્ન કરનારા છે અને સંસાર વધારનારા છે. તેમ જ સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-એ ત્રણ પણ નોકષાય છે અને ખૂબ સંસાર વધારનાર છે.
આ સર્વ મહાશત્રુઓ છે. તેમાંના કેટલાક મિત્રભાવે દુશમનાવટ કરે છે અને જીવને આકુળવ્યાકુળ કરી નાખે છે. એનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે. નામ આપવાનું કારણ પણ એ જણાય છે કે આ જીવ તેને ઓળખી, ચીવટ રાખીને તેઓથી સાવધ રહે. (૫૩૨૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org