SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] હમમમમેચન [ ૯૭ આશા નથી તેઓ જ ગભરાય છે. વળી, આપણે સંસારમાં ટાઢ, તડકા, ભૂખ વગેરે સર્વ ખમીએ છીએ, પણ એક ઉપવાસ કરવો હોય તે શરીર અશક્ત બની જાય છે. આવા વર્તનવાળાં પ્રાણીઓને મરણપ્રસંગે ક્યા પ્રકારને આનંદ હોય ? વળી, જેમ શરીર પર બહુ મમતા રાખવી નહિ, તેમ તેની તદ્દન ઉપેક્ષા પણ કરવી નહિ, કારણ કે શરીરની મદદથી જ સંસારસમુદ્ર તરી શકાય છે. શરીરને પિતાની પ્રકૃતિ અનુકૂળ સાદો સાત્તિવક ખેરાક આપે અને કુદરતના નિયમને અનુસરી શરીરને જરા કસરત પણ આપવી. નિયમિત ટેવ અને ગ્ય કસરતથી વ્યાધિઓના પ્રસંગ અલ્પ આવે છે. શરીરને તદ્દન નાજુક તબિયતનું બનાવી દેવું નહિ. છેલ્લા શ્લોકમાં કહ્યા પ્રમાણે શરીરને ભાડું આપી તેના બદલામાં આત્મહિત કરી લેવું. શ્રી શાંતસુધારસમાં છઠી ભાવનાના અંતમાં લખે છે કે “કેવળ મળરૂપ પુગળોને સમૂહ અને પવિત્ર ભેજનને અપવિત્રપણું આપનાર આ શરીરમાં માત્ર એક મોક્ષસાધન કરવાનું સામર્થ્ય છે, તેને જ મોટા સારરૂપ જાણ.” શરીરની મદદથી આત્મહિત કરવામાં લક્ષ્ય રાખવું, શરીર પર મોહ ઓછો કરે અને શરીરપ્રાપ્તિને બરાબર લાભ લે, એ સમજુનું કર્તવ્ય છે. આને બદલે, આ અધિકારના પાંચમા કલેકના વિવેચનમાં જણાવ્યું તેમ, મસ્ત બની આ જીવ શરીરને પૂરતું લાભ લેતો નથી. વેપારી એક માણસને નકર રાખે છે તે પણ વખતેવખત વિચાર કરે છે કે જેટલો તેને પગાર આપવામાં આવે છે તેટલું તે કામ આપે છે કે નહિ; અને જે તે નેકરી બરાબર ન કરતે હોય તે પગારમાં ઘટાડો કરવામાં આવે છે અથવા ભવિષ્યમાં વધારે ધ્યાન આપી કામ કરવાની તેને તાકીદ આપવામાં આવે છે. શરીરના સંબંધમાં પણ તે જ પ્રમાણે વિચાર કરે યુક્ત છે. આ ચાલુ જમાનાને અંગે એક બીજી ખાસ વિચારવા લાયક બાબત અત્ર આડકતરી રીતે સૂચવવાની જરૂર લાગે છે. હલકી વસ્તુને મરી-મસાલાથી સારી દેખાતી બનાવી હોટલ-રેસ્ટોરાંમાં વેચનારાઓ તંદુરસ્તીને બહુ નુકસાન કરે છે. શારીરિક નિયમ સમજનારે તેને ત્યાગ કરવો ઉચિત છે; જેને માટે બીજા પણ ઘણાં કારણે છે, જે પર લખાણ વિવેચનની જરૂર નથી. તે ઉપરાંત ઠંડાં પીણાં, સોડા, લેમન, અંજાર, પીક-મી-અપ વગેરે, અને અતિ હદ બહાર ગયેલાઓના સંબંધમાં સુરાપાન એ સર્વ એકદમ ત્યાગ કરવા યોગ્ય છે. શરીર પાસેથી જે કામ લેવાનું છે, તેમાં તે મદદ કરનાર નથી, પણ નુકસાન કરનાર છે, માટે થોડું ભાડું આપી પૂરતો ઉપભેગ કરનારને તે વેપાર પાલવે તે નથી. આવી વસ્તુઓ ખાઈને પ્રમાદ વધે છે, તેમ થવાથી શરીર કામ કરી શકતું નથી. અને પેલી વસ્તુઓ ખરીદવામાં મોટી રકમને વ્યય થઈ જાય છે તેથી બેવડું નુકસાન થાય છે. માટે એ ધંધે કરવો નહિ. શરીરને જરૂર પૂરતે સાત્વિક રાક આપી, તેનાથી કામ બરાબર લેવું, યથાશક્તિ તપ, દાન, દયા, ક્ષમા, પપકાર કરવા અને શરીરપ્રાપ્તિનું સાફલ્ય કરવું. इति सविवरणः देहममत्वमोचननामा पंचमोऽधिकारः ॥ અ, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy