________________
૨૬ ] અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ ભયાની પેઠે લક્ષ્મી ઉપર ચેકી કર્યા કરે છે, તેના વ્યયમાં પણ અનેક રીતે દુઃખી થાય છે, ઉડાઉ માણસ મજશેખથી શરીર બગાડે છે, કંજૂસ માણસ બળી બળીને મનને અને મગજને ખાલી કરે છે અને અતિ-વિષયી માણસ વ્યાધિથી દુઃખી થાય છે. વળી, લક્ષ્મી ઉપર દુમન-ચેર તે હંમેશાં ઊભા જ છે. મનુષ્યને માથે રેગ, ભય, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે શત્રુઓ તો નિરંતર જાગતા જ છે અને તે હંમેશાં દુઃખ આપ્યા કરે છે.
ઈતિહાસમાં ભૂમિ ખાતર અનેક રાજાએ લડાઈ કરતા અને હજારો સેનાનીઓ લેહી રેડતા વાંચવામાં આવ્યા છે. મત્સરથી કેસ લડી હજારો-લાખોના ખરચમાં ઊતરી જઈ વખત અને પૈસાને નાશ કરનારા સાંભળ્યા છે; લોભથી અનેક પ્રકારનાં અપ્રામાણિક આચરણ અને હલકા પ્રકારના કાવાદાવા કરનારા પ્રાણીઓ અવલોકન-પથમાં આવ્યા છે, કેટલાક પ્રાણીઓ પાંચ ઈદ્રિયોના વિષયે ભેગવવામાં તલ્લીન થઈ સંસારમાં રાયમાગ્યા રહે છે, એમ દષ્ટિપથમાં આવ્યું છે, કેટલાક પ્રાણીઓ મહા-પાપબંધ કરી અધોગતિમાં જવા ગ્ય કાર્યવ્યવહાર બતાવી તેઓના સંબંધમાં વિચાર કરનારને પણ મહા-ફલેશ કરાવનારા તરીકે અનુભવ્યા છે. આવી રીતે આખું જગત દુઃખથી વ્યાપ્ત છે. કેઈ શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ ઓળખવાની દરકાર કરતા નથી અને અનાદિ મિથ્યાત્વમાં સબડી રખડ્યા કરે છે, કેઈની મગજશક્તિ, સમજણ કે વિચારશક્તિ જાગૃત થઈ શકે તેવી હોય છતાં પણ હિતોપદેશ સાંભળતા નથી, અને સાંભળીને તે પર વિચાર પણ કરતા નથી. આમ અનેક રીતે દુઃખી હોય છે, દુઃખી દેખાય છે, અથવા ભવિષ્યમાં દુખી થવાના એવી પ્રતીતિ થાય છે. આવા પ્રકારના પ્રાણીઓ તરફ કરુણ લાવવી–દયા લાવવી–તે કરુણું ભાવના અથવા કૃપા ભાવના કહેવાય છે.
દુઃખ અનેક પ્રકારનાં છે, તેનું લિસ્ટ આપવું અશક્ય છે, તેમ જ જરૂરનું પણ નથી. એ સર્વ દુઃખો માનસિક અને શારીરિક બે પ્રકારનાં હોય છે. બીજી રીતે એને પરકૃત, સ્વકૃત અને ઉભયકૃત એવો પણ વિભાગ થઈ શકે છે. આવાં અનેકરંગી દુઃખમાંથી છોડાવવાની બુદ્ધિને ત્રીજી ભાવના કહી છે. એ ભાવના ભાવતી વખતે વૃત્તિ બહુ નિર્મળ થાય છે. મહાત્મા સાધુઓ અને બીજા અનેક માણસે એક પૈસાની પણ અપેક્ષા વગર આ જગતના પ્રાણુઓને ભવ-બંધનથી છોડાવવા પ્રયાસ કરે છે, તે આ ભાવનાને પરિણામે છે. અને આ ભાવનાયુક્ત લાગણીથી પોતાના જાતિભાઈ, દેશભાઈ અથવા મનુષ્યમાત્રનું દુઃખ દૂર કરવા પ્રયાસ થાય છે. તીર્થકર મહારાજને પૂર્વ ભવમાં સર્વ જીવને શાસનરસીઆ બનાવવાની ઈચ્છા થાય છે, તેમાં મૈત્રીભાવ સર્વ જીવ આશ્રયી લાગુ પડે છે, તે આપણે ઉપર જોઈ ગયા પરંતુ ભગવાનને પ્રેરણા કરનાર ભાવના તે કરુણું જ છે, આ જગતના જીને દુઃખી જોઈ, દુઃખનું સ્વરૂપ અને તેથી પીડા પામતા લોકોને જોઈને તેઓને દુખમાંથી છોડાવવાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે અને આ ભાવના ભાવતાં જ તેઓ તીર્થકર નામકર્મને બંધ બહુધા કરે છે. જેમ કંપી જાય તેવા ઉપદ્રવ કરનાર સંગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org