________________
અધિકાર ]
સમતા
[ ૨૭.
ઉપર ભગવાન શ્રી મહાવીરસ્વામીની કેવી ઉત્કૃષ્ટ કરુણ ! પિતાને કષ્ટ થયું એ વાત તે તેમના મનમાં પણ આવી નથી, પરંતુ પોતાના સંબંધમાં આવનાર બિચારે આ જીવ દુઃખી થશે, એ વિચારથી જ કરુણું આવી અને તેથી આંખમાં પાણી આવી ગયાં!
કરુણા ભાવના ભાવનારની દષ્ટિ બહુ વિશાળ રહે છે. તે સામાન્ સર્વભૂતેષુ- પિતાના જેવા સર્વ પ્રાણીઓને–દેખે છે અને બીજાને દુઃખી જોઈ તેનું મન દગ્ધ થઈ જાય છે; તેઓને દુઃખમાંથી કેવી રીતે છોડાવવા, તેને વિચાર તેને ઉપરાઉપર આવવા માંડે છે. શેક્સપિયર એક જગ્યાએ (Merchant of Venice ના નાટકમાં) કહે છે કે “કરુણું બેવડે આશીર્વાદ છે, તે આપનાર અને લેનાર બન્નેને રાજી કરે છે” આ હકીકત બહુ વિચારવા લાયક છે. પૈસામાં એકને લાભ ને બીજાનું નુકસાન એમ પ્રાચે બને છે, પરંતુ કરુણામાં તે બન્નેને લાભ જ થાય છે. કરુણુ કરનાર પારકાનાં દુઃખને દૂર કરવાના ઉપાય મનમાં ચિંતવે છે, તે પ્રાણ પોતે પણ સુખી થાય છે, કારણ કે ખરેખરી લાગણીથી પરોપકાર કરનારને દુઃખ થતું જ નથી. શાંતસુધારસમાં તેથી જ કહ્યું છે –
परदुःखप्रतीकार-मेवं ध्यायन्ति ये हृदि । ___ लभन्ते निर्विकारं ते, सुखमायति-सुन्दरम् ॥ જે પ્રાણી એ રીતે બીજાના દુઃખને ઉપાય હૃદયમાં વિચારે છે તે પરિણામે સુંદર અને વિકાર વગરનું સુખ મેળવે છે.”
આવી બુદ્ધિથી સુખ મળે છે અને તે પણ પરિણામે સુંદર સુખ મળે છે. સાધારણ સુખ તે ક્ષણિક અને પરિણામે દુખ કરનાર હોય છે, પણ આ તે પરિણામે પણ સુંદર છે અને વળી તે સુખમાં વિકાર પણ કઈ પ્રકારનું હોતું નથી. આ ભાવના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. ઘણું પ્રાણીઓ પિતાનું ભરણપોષણ કરવામાં જ જીવનની સફળતા માને છે, પરંતુ પરોપકારી પુરુષો કહે છે કે “કાગડે કે ઢોર પણ પેટ ભરે છે. મનુષ્ય જીવનની ઉત્તમતા ખરેખરી એમાં જ છે કે સંસારના સર્વ સંબંધથી જરા ઊંચા આવી, સ્વને ભૂલી જઈ પોપકારપરાયણ જીવન કરવું.” પરોપકારની વ્યાખ્યા ટૂંકી નથી, કારણ, તેની હદ નથી. પિતાની સ્થિતિ, શક્તિ, સંયેગાદિ અનુસારે આત્મ-વ્યતિરિક્ત પ્રાણીઓને ઉપયોગી થઈ પડવું,
એ પરોપકાર છે અને કરુણા ભાવનાનું એ મુખ્ય પરિણામ છે. એ ભાવના રાખવાથી અનેક પ્રાણીઓ સંસારસમુદ્ર તરી ગયા છે, એવું શાસ્ત્રમાં વાંચીએ છીએ અને ઈતિહાસમાં પણ પરોપકારી જીવન બહુ મળી આવે છે. (૧૫)
ચેથી માધ્યધ્ય ભાવનાનું સ્વરૂપ क्रूरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु ।
आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १६ ॥ (अनुष्टुप् ) “કઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org