________________
૨૮] અધ્યાત્મકલ્પમ
[પ્રથમ અને આત્મશ્લાઘા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા તે માધ્યચ્ય (અથવા ઉદાસીનતા) ભાવના કહેવાય છે.” (૧૬)
વિવેચન—દુનિયામાં અનેક પ્રકારની વિચિત્ર પ્રકૃતિનાં પ્રાણી હોય છે કોઈ પ્રાણીઓ નિરંતર ક્રૂર કૃત્ય કરવામાં મોજ માને છે કેઈ અસત્ય બેલી બીજાને છેતરવામાં સંતોષ માને છે કે ચોરી કરી પરધન હરણ કરે છે, કેઈ અપ્રામાણિકપણે ધનસંચય કરે છે, કઈ પૈસા એકઠા કરે છે, કોઈ પરસ્ત્રીમાં આસક્ત રહી ધન, શરીર અને કીર્તિને નાશ કરે છે, કેઈ ક્રોધ કરી વારંવાર આવેશમાં આવી જાય છે કે જાતિ, કુળ, બળ, તપ, અિશ્વર્ય, વિદ્યા વગેરેને અહંકાર કર્યા કરે છે; કઈ પ્રપંચયુક્ત કાર્યો કરીને શક્તિનો દુરુપયોગ કરે છે; કેઈ કરોડ રૂપિયા મેળવવા પ્રયાસ કર્યા કરે છે, કોઈ પારકી નિંદા કરી વચનને માગ આપે છે; કેઈ ધમાધમ કરવામાં મેજ માને છે, કઈ પરજીવને વિનાશ કરી નીચ મને વિકારને તૃપ્તિ આપે છે કે દેવ-ગુરુની નિંદામાં જ જીવનનું સાફલ્ય સમજે છે–આવાં આવાં પાપકૃત્યોમાં આનંદ માનનારા ઘણા પ્રાણીઓ જોવામાં આવે છે. સંસારનું સ્વરૂપ
ડું સમજાયું હોય તેવા પ્રાણુઓને પણ આવી અધમ પ્રકૃતિના માણસે તરફ વધતેઓછે ક્રોધ આવી જાય છે, કારણ કે પાપ અને પાપી સામાન્ય રીતે જનસમુદાયનો તિરસ્કાર પિતાની તરફ ખેચી લે છે. જેનશાસ્ત્રકાર કહે છે કે “આવા છો તરફ પણ તારે ક્રોધ કરે નહિ.” સાંસારિક સ્વાર્થને અંગે પણ કોઇ તે સર્વથા ત્યાજ્ય જ છે, પરંતુ આવી રીતે પણ ક્રોધ કર તારે કાંઈ કામનો નથી. હે ભાઈ! તું વિચાર કર કે આવા પ્રકારના માણસે ઉપર ક્રોધ કરવાથી તને શું લાભ છે? સર્વ જીવો પોતપોતાનાં કર્માનુસાર કાર્યો કરે છે, તેમના ઉપર ક્રોધ કર એ તદ્દન નિહેતુક છે, કારણ કે તારા ક્રોધથી કાંઈ તે પ્રાણીઓ પાપકૃત્યથી પાછા હઠવાનાં નથી. જીવને જ્યારે પાપાનુબંધી પા૫ અથવા પાપાનુબંધી પુણ્યને ઉદય થાય છે ત્યારે દુઃખ અથવા સુખને અનુભવ કરતાં અનુક્રમે ઉપર બતાવ્યાં તેવાં કૃત્ય કરવાનું સૂઝે છે, એ કમનું શાસન છે. જે તેઓને સારે માગે ચઢાવવાની તારામાં શક્તિ હોય તે તે દ્વારા તું તેઓને સમજાવ, તેઓને ઉપદેશ આપ, તેઓ તરફ તારી હિતબુદ્ધિ છે એમ જણાવી દે, પણ જે તારામાં તેવી શક્તિ ન હોય તે તું તારું સંભાળી રાખ, તે કાંઈ આખી દુનિયાને સુધારવાનો કેકટ લીધે નથી. પ્રયત્ન કરીને જીવને સારે રસ્તે ચઢાવવા તેને કરુણું ભાવનામાં સમાવેશ થાય છે, પરંતુ જ્યારે તે રસ્તે તારે માટે ખુલ્લો ન હોય એટલે તારામાં પરોપદેશ કરવાથી શક્તિ ન હોય અથવા ગમે તેટલે ઉપદેશ કરતાં પણ સામે જીવ તેના મહાપાદિયથી સારે રસ્તે આવી શકતો ન જ હોય તે પછી તારે તેના તરફ ઉપેક્ષા રાખવી એ વધારે ઉચિત છે. કેટલાંક પ્રાણીઓ તત્ત્વનું સ્વરૂપ ન સમજે - સર્વ જી તરફ મૈત્રીભાવ રાખવો એ પ્રથમ પદે છે; તેમાં પણ જે જીવો દુઃખી હોય તેમને દુઃખમાંથી છેડાવવા વિચાર કરવો તે કરૂણું ભાવ છે. પ્રયત્ન કરવા છતાં પણ હિત થવાને સંભવ ન રહે ત્યારે ઉદાસીનતા રાખવાની છે. અમેદ ભાવના જુદા વિષય તરફ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org