SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરતિ, કલ્પનાશકિત અને ન્યાયŚિત Memory. Imagination and Reasoning faculty—આ ત્રણ મગજની શક્તિ છે અને એ ત્રણે એક જ પુરુષમાં બહુવિકરવર થયેલી હાય એવા દાખલા જવલ્લે જ જોવામાં આવૈ છે; લગભગ નથી જોવામાં આવતા એમ કહીએ તેા ચાલે. ત્રણમાંથી એકાદ શકિત એછીવત્તી ખીલેલી હાય એવા દાખલા તા બને છે, પણ ત્રણેના એકત્ર યોગ્ય બહુ અલ્પ સ્થાને હાય છે. ૫૨ ચમત્કાર——આ મહાત્મા સૂરિમહારાજની અદ્ભુત શક્તિઓના સંબંધમાં તેમના સમયની નજીકમાં થયેલા વિદ્રાના કૈવેદ્ય અભિપ્રાય બતાવી ગયા છે એ જાણવું પ્રાસંગિક થઈ પડશે. તેઓના વખતમાં જ થયેલ શ્રી પ્રતિષ્ઠાસેામ નામના મુનિરાજ સામસૌભાગ્ય કાવ્યના દશમા સમાં લખે છે કે श्रीसोमसुन्दरयुगोत्तमस्ररिपट्टे, श्रीमान् रराज मुनिसुन्दरसरिराजः । श्रीसूरिमन्त्रवर संस्मरणैकशक्तिर्यस्याभवद् भुवनविस्मयदानदक्षा || श्रीरोहिणीति विदिते नगरे ततीति पश्चात्कृते किल चमत्कृतहृत्पुरेशः । ऊरीचकार मृगयाकरणे निषेधं प्रावर्तयन्निखिलनीवृति चाप्यमारिम् || प्रागेव देवकुलपाटकपत्तने यो, मारेरुपद्रवदलं दलयाञ्चकार । श्रीशान्तिकृत् स्तवनतोऽवनतोत्तमाङ्गभूपालमौलिमणिधृष्टपदारविन्दः । श्रीमान देवशुचिमानसमानतुङ्गमुख्यान् प्रभाविकगुरून् स्मृतिमानयद्यः । श्रीशासनाभ्युदयदप्रथितावदातैस्तैस्तैश्चमत्कृतिकरैः कुमुदाषदातैः ॥ યુગપ્રધાન શ્રી સામસુંદરસૂરિની પાટે મુનિસુ`દરસૂરિ વિરાજિત થયા, જેએની પ્રધાન સૂરિમંત્ર 46 સ્મરણુ કરવાની શક્તિ ત્રણ ભુવનને વિસ્મયનું દાન આપવામાં દક્ષ થઈ હતી. શ્રી રાહિણી નગરમાં મરકીના ઉપદ્રવને દળી નાખવાથી (બધ કરવાથી) આશ્ચર્ય પામી તે નગરના રાએ પેાતે શિકાર કરવાને ત્યાગ કર્યો અને આખા દેશમાં અમારી પ્રવર્તાવી. આ સૂરિરાજને નમ્સ્કાર કરતા રા ના મુગટમાં રહેલા મણિએથી જેએનાં ચરણકમળ ઘસાય છે, એવા તે આચાય. મહારાજે પ્રથમ દેવકુલપાટકર નગરમાં શાંતિને કરનાર એવા શાંતિકર તેાત્રથી મહામારીના ઉપદ્રવનેા નાશ કર્યા હતા. જૈન શાસનના અભ્યુદય કરનાર, કમળ જેવા ઉજ્જવળ અને ચમત્કાર ઉપજાવનાર, ઉજજવળ ચરિત્રથી આ રિમહારાજે શ્રી માનદેવ અને પવિત્ર હૃદયવાળા માનતુ ંગ વગેરે પ્રાભાવિક ગુરુઓને યાદ દેવરાવ્યા હતા. "" આ ટાંચણુ પરથી જણાય છે કે તેએ અદ્ભુત ચમત્કારી તરીકે તે સમયમાં ગણાતા હતા. દેવકુળપાટકમાં મહામારીનેા ઉપદ્રવ ચાલતા હતા ત્યારે શાંતિકર ાત્ર ( સંતિકર) બનાવી તે ઉપદ્રવ દૂર કર્યો એમ આ લેાક પરથી જણાય છે. એ શાંતિકર સ્તાત્ર ત્યાર પછી એટલું બધું લેાકપ્રિય થઈ પડયું છે કે નવસ્મરણમાંનું તે એક ગણાય છે. તેની બારમી ગાથામાં સૂરિ પોતે શ્રી શાંતિનાથની સ્તુતિ કરતાં કહે છે કેઃ— एवं सुदिट्टिसुरगणसहिओ संघस्स संतिजिणचंदो । मज्झवि करेउ रजखं, मुणिसुंदरसूरिथुअमहिमा || ૧. રાહિણી નગર તે હાલ આબુ પાસે રાહિતા-રાડિલા ગામ છે તે સમજવું ( પં. શ્રી ગભીરવિજયજી ). Jain Education International ૨. આ દેવકુલપાટક તે હાલનુ ઉદેપુર પાસેનું દેલવાડા સમજવું. તે અબુ ઉપરનુ દેલવાડા નહિ. અથવા તા રાયસમુદ્ર નામનું ગામ છે તે પણ સંભવિત ( ૫. શ્રી ગંભીરવિજયજી ), પ્રથમ આવૃત્તિમાં પ્રભાસપાટણ લખ્યું છે તે બરાબર નથી. તેને તેા દેવપત્તન કહેવામાં આવતું હતુ', For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy