________________
૫૧
पूर्णेन्दु प्रतिमानना घनजनाह्लादप्रकर्षप्रदाः,
श्रीमन्तो मुनिसुन्दराहगुरवः क्षोणौ विहारं व्यधुः || ५१ ॥
પછી ગાઁથી ભરપૂર એવા કુવાદીરૂપે ગજેંદ્રોની ઘટાને ત્રાસ આપવા માટે કેશરીસિંહ જેવા પૂર્ણચન્દ્ર સમાન મુખવાળા અને ઘણા લેાકાને ઉત્કૃષ્ટ આનંદ આપનારા તે શ્રીમાન મુનિસુ'દરગુરુએ અમૃતરસને ઝરતી શ્રી ગચ્છપતિ (સામ દરસૂરિ )ની આજ્ઞાથી શિષ્યાના સમૂહ સાથે ત્યાંથી પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો અને જુદે જુદે સ્થાનકે વિહાર કરી ગયા. (૫૯)
આવી અદ્ભુત રીતે આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુદરસૂરિને આચાર્ય પદના અભિષેક થયા. એ હકીકત વાંચતાં બહુ સાન દાશ્ચ ઊપજે છે. ગચ્છાધિપતિ સામસ દરસૂરિનું રવગમન સવત ૧૪૯૯ માં થયું. એમ ધર્મ સાગર ઉપાધ્યાય પાતાની પટ્ટાવલીમાં લખે છે. આ વખતે સર્વ આચાર્યામાં શ્રેષ્ઠ મુનિસુંદરસૂરિ ગચ્છના અધિકારી થયા. તેઓનું સ્વગમન સવત ૧૫૦૩ માં થયુ. તેઓનું જીવન ૬૭ વર્ષનું થયું. ત્યારે તેમણે કાળ કર્યો. તેમાં ૬૦ વર્ષ દીક્ષાપર્યાય પાળ્યા, ૨૫ વર્ષ આચાર્ય તરીકે પ્રસિદ્ધ રહ્યા અને ગચ્છાધિપતિપણાના ભાર માત્ર ૪ વર્ષ જ વહન કર્યો- જોકે સવિત છે કે ગુરુની વૃદ્દા વસ્થામાં તેઓએ જ ગુચ્છની વ્યવસ્થા ઉપર ગુરુમહારાજની બાજુએ રહીને પૂરતી રીતે ધ્યાન આપ્યું` હશે. વિદ્વત્તા અને યાદશક્તિ—આ સૂરિમહારાજ અસાધારણ વિદ્વત્તા ધરાવતા હતા. તેની યાદશક્તિ બહુ તેજસ્વી હતી અને શાસ્ત્રનું વિજ્ઞાન અદ્ભુત હતું. તે એક હાર અવધાન કરી શકતા હતા. જુદી જુદી એક હાર બાબત પર ધ્યાન આપવું અને તેમાંના કેાઈ પણ ભાગ પૂછવામાં આવે તેને કહી બતાવવા એ જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ક્ષયેાપશમથી પ્રાપ્ત થયેલી અદ્ભુત યાદશક્તિ અને બુદ્ધિબળને નમૂના છે આ કાળમાં વધારેમાં વધારે સેા અવધાન કરનારા સાંભળ્યા છે, જ્યારે દાઇ કાઈ આઠ, દશ કે પંદર સુધી અવધાન કરનારા હેાય છે, તે તરફ પણ વિદ્વાનો અપૂર્વ માનની દષ્ટિથી જુએ છે, તા આવા હજાર અવધાન કરનારની કેવી અદ્ભુત શક્તિ હશે તે ખ્યાલમાં આવી શકવું પણ બહુ મુશ્કેલ છે. આબાલ બ્રહ્મચર્યાં અને મન પર અપૂર્વ કાબૂ વગર આ શકિત પ્રાપ્ત થવી મહામુશ્કેલ છે. તેઓ ‘સહસ્રાવધાની ' તરીકે પ્રથામાં પ્રસિદ્ધ થયા છે. તેઓનુ જ્ઞાન કેટલું અપૂ` હતુ` તેના ખ્યાલ કરવા માટે ખીજી એ હકીકત ઇતિહાસમાં નોંધાયેલી છે. તેને દક્ષિણ દેશના કવિઓએ * કાલી સરસ્વતી 'નું બિરુદ આપ્યું હતુ`. અન્ય કામના વિદ્વાનેા અપૂર્વ વિદ્વત્તા વગર આવુ' ઉપનામ આપે એ અસ`ભવિત છે અને તેમાં પણ દક્ષિણના વિદ્વાના બહુ વિચાર કરીને જ પછી આપે છે. દક્ષિણ દેશના કવિઓની પ્રખ્યાતિ ભતૃ હિરના વખતથી છે. તેઓ એક પ્રસંગે કહે છે કે અત્રેનીä સરસય: પાશ્ર્વતો ટ્રાક્ષિળાચઃ (મેાઢા આગળ ગીત ગવાતાં હાય અને અન્ને બાજુએ દક્ષિણ દેશના કવિએ બિરુદાવલી ખેાલતા હાય વગેરે). આ ઉપાધિના અર્થ શું થાય છે તે બરાબર સમજી શકાતું નથી,૧ પરંતુ કવિત્વતિમાં અદ્ભુત ચાતુ` બતાવનારને તે પદવી મળે છે. એમ માલૂમ પડે છે. તે કવિત્વશકિતમાં આટલા નિપુણ હતા તે ઉપરાંત ત—ન્યાયમાં પણ બહુ નિપુણ હતા. તેઓને મુઝફ્ફરખાન બાદશાહ તરફથી ‘વાદીગેાકુળષ'ઢ 'નુ' બિરુદ મળ્યુ' હતું. વાદીરૂપ ગાયાના સમૂહના તે પિત હતા એટલે તેઆ અનેક વાદીઓને પોતાને કબજે રાખી પરાસ્ત કરી શકે એવી શક્તિવાળા હતા, એમ આ બિરુદના અ થાય છે. આવી રીતે તેની યાતિ, કવિત્વશકિત અને તર્કશિત હુ ખીલેલી હતી એમ જણાય છે.
૧. સરસ્વતીને વર્ણ ધવળ છે, પણ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના વર્ણ કાળા-શ્યામ હતા, તેથી તેએ સાક્ષાત્ સરસ્વતી અવતાર શ્યામ વર્ણમાં હાય એવી ઉપાધિ તેમને મળી હતી, એવે પુ શ્રો ગભીરવિજયજીના અભિપ્રાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org