SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ] ઘનમમત્વમેચન [૮૫ વિયોગ થાય ત્યારે એમ લાગે છે કે જાણે તે વગર ચાલશે જ નહિ, પણ વસ્તુતઃ તે વગર ચાલે છે. એ જ નિયમ પૈસા માટે પણ સમજ. (૬; પર) સાત ક્ષેત્રમાં ધન વાપરવાને ઉપદેશ क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेतद् , याताऽसि तत्परभवे किमिदं गृहीत्वा ?। तस्यार्जनादिजनिताधचयार्जितात्ते, भावी कथं नरकदुःखभराच्च मोक्षः॥७॥ (वसन्ततिलका) તારી પાસે દ્રવ્ય છે, છતાં પણ તું (સાત) ક્ષેત્રમાં વાપરતે નથી, ત્યારે શું પરભવે ધનને તારી સાથે લઈ જવાનું છે? વિચાર કર કે પૈસા મેળવવા વગેરેથી થયેલા પાપ-સમૂહથી થનારાં નારકીનાં દુઃખોથી તારે મોક્ષ (છુટકારો) કેમ થશે ?” (૭) વિવેચન–પ્રાપ્ત કરેલા પિસા પરભવમાં સાથે આવતા નથી. વળી, તેને પેદા કરવામાં, જાળવવામાં અને તેને વ્યય કરવામાં અથવા નાશ થતાં અનેક દુખપરંપરા થાય છે અને પરભવમાં હીનગતિ થાય છે. હવે ત્યારે કરવું શું? કરવાનું એ જ છે કે પ્રાપ્ત થયેલા પૈસાને શુભ રસ્તે વ્યય કરે. દ્રવ્ય વાપરવાના અનેક રસ્તા છેઃ જિનબિંબસ્થાપન, જિદેરાસરને જીર્ણોદ્ધાર, પુસ્તકો લખાવવાં, છપાવવાં, તેમનું રક્ષણ કરવું અને પુસ્તકભંડારો કરવા, લાયબ્રેરી કરવી તથા કેળવણીનો પ્રસાર કરે, સાધુ-સાધ્વીઓ, સ્વામીભાઈઓ અને બહેનોને ઉત્કર્ષ કરે, અનાથનું પ્રતિપાલન કરવું અને શાસનની શોભા વધારવી–આવાં આવાં અનેક ઉપયોગી થાન છે. તેમાં જે જે સ્થાનકે આવશ્યકતા લાગતી હોય અને જે સ્થાનકે વ્યય કરે સમજણપૂર્વકનો ને ડહાપણભરેલો લાગતો હોય, તે સ્થાનકે વ્યય કર. દ્રવ્યવ્યય કરવામાં લોકોની આધુનિક સ્થિતિ અને જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવું. જે આવી ઉત્તમ ભાવનાથી દ્રવ્યવ્યય કરવામાં આવે તે સંસારદુઃખથી છૂટવાનું જલદી બને તેમ છે. શાસ્ત્રકારનું ખાસ ફરમાન છે કે સાત ક્ષેત્રમાં ધનનો વ્યય કરવે, તેમાં પણ જે ક્ષેત્ર સદાતું હોય તે તરફ પ્રથમ ધ્યાન આપવું. જમણવાર કરવાની આ જમાનામાં ઘણું માણસો સમજીને-વિચારીને ના પાડે છે. તેઓને લાડવા કડવા લાગતા નથી, પરંતુ તેઓ સમજે છે કે જમણવાર કરતાં શ્રાવકની રિથતિ સુધારવાની, તેઓને ઉદ્યમે ચઢાવવાની અને અભણને ભણાવવાનાં સાધનો યોજી આપવાની જેન પ્રજાને બીજી પ્રજાઓની સપાટી પર મૂકવાની પ્રથમ જરૂરિયાત છે, તેવી જ રીતે જિનમંદિરે વધારવા કરતાં તેમની પૂજા કરનારાઓને વધારવાની અને જે દેરાસરો છે તેમને જાળવનારા ઉત્પન્ન કરવાની વધારે જરૂરિયાત છે. આ વિચાર સશાસ્ત્ર છે એમ તમને જણાય તે તમારે પણ તેનો આદર કરવો; ફક્ત લેકપ્રવાહથી ખેંચાઈ જવું નહિ. જ્યારે આવી રીતે વિચાર કરીને ધનનો વ્યય કરવામાં આવશે ત્યારે બેવડો લાભ થશે, કેળવાયેલા તથા બિન કેળવાયેલા બંધુઓ પિકી જેમણે કાંઈ પણ શાસ્ત્રીય તત્વજ્ઞાન સંપાદન કર્યું હશે તેઓને સહજ માલૂમ પડશે કે સાત ક્ષેત્ર એ ધમને ઊંડો અને મજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy