________________
અધિકાર ] સામ્યસર્વસ્વ
[ ૩૬૩ તારું સાધ્ય સમતા હોવું જોઈએ. તેને અને આત્માને જોડાણ કરવા માટે નિરં. તર અભ્યાસની જરૂર છે, એ પણ આખા ગ્રંથમાં આપણે અવારનવાર જોયું છે. હવે સમતા પ્રાપ્ત કરવાનું પણ કાંઈ નકામું નથી; તે સાધ્ય અને સાધન બને છે. સુખને આદર અને દુઃખનો ત્યાગ એ સર્વ પ્રવૃત્તિનું પ્રથમ કાર્ય છે. સમતાથી જે સુખ મળે છે તે અવર્ય છે, કારણ કે બીજા સર્વ સુખ પાછળ દુઃખ આવે છે. પણ સુખમય સમતાથી થતું મોક્ષનું સુખ તે અનંત છે. એ પરમ સાધ્યબિંદુ દષ્ટિમાં રાખીને સમતા મેળવવા, સમતા રાખવા અત્ર ઉપદેશ છે. મોક્ષનાં સુખ અનિર્વચનીય છે. મોક્ષમંદિર પર ચઢવા માટે ચૌદ પગથિયાં (ગુણસ્થાન) છે. એનું આરોહણ કરવા સારુ અત્ર દાદર બતાવવામાં આવે છે. એ મંદિરના ઘટે વગાડવા માટે ગુણસ્થાન પર આરહણ કરવાને પુરુષાર્થ કરવો ઉચિત છે. હે બંધુઓ ! એક વખત તદ્દન નિરુપાધિ, નિજ સ્વરૂપમાં લીનતા, અજરામરત્વ, દેખાદેડને અભાવ અને અખંડ શાંતિ તથા સ્થિરતાનો ખ્યાલ કરે. એમાં કાંઈ પણ પ્રાપ્તવ્ય લાગે, તો એના પ્રબળ કારણ સમતાને પ્રાપ્ત કરવા પ્રયાસ કરો અને તે પ્રાપ્ત કરવા માટે આ આખા ગ્રંથમાં બતાવેલા જુદા જુદા વિષયો ઉપર ધ્યાન આપે. દઢ પ્રયત્ન, દઢ નિશ્ચય અને ચાલુ અનુસરણ જરૂર ઈછિત પરિણામ લાવશે અને મોક્ષ મંદિરમાં તમારા નામના ઘંટ વાગશે; પણ તે માટે ઊઠે, ઉદ્યમ કરો. યાદ રાખજો કે અત્યારે જેવો અવસર છે, જેવી જોગવાઈ છે, તે વખતે અને તેવી અનુકૂળતા ફરી ફરીને મળતાં મહામુકેલી થશે. (૧; ૨૭૧)
અવિદ્યાત્યાગ એ સમતાબીજ त्वमेव दुःखं नरकस्त्वमेव, त्वमेव शर्मापि शिवं त्वमेव ।
ત્વમેવ ળિ મનવમેવ નીહવિદ્યામ વદિ વારમન ! ૨(ત્રણગ્રા)
“હે આત્મન ! તું જ દુઃખ, તું જ નરક, તું જ સુખ અને મોક્ષ પણ તું જ. વળી, તું જ કામ અને મન પણ તું જ. અવિદ્યાને તજી દે અને સાવધાન થા.” (૨)
વિવેચન–હે આત્મન્ ! તું જ દુઃખ છે, કારણ કે દુઃખને નિષ્પાદન કરવા માટે જે કર્મ જોઈએ તે તે જ કર્યા છે. દુઃખનાં સાધને પણ તું જ તૈયાર કરે છે અને સુખ-દુઃખની સાચી-બેટી કલ્પના પણ તું જ કરે છે. એ જ નિયમાનુસાર નરક પણ તું જ છે. વળી, દુઃખને સંચય કરનાર અને સમજનાર તું જ છે. તેમ સુખ માટે પણ તું જ અધિષ્ઠાતા અને વિવેક કરનાર છે. તારી ઓછી-વધતી સમજણ માટે તુ અમુક લાગણીને સુખ માની બેઠે છે તે પણ તું જ છે અને જે પ્રબળ પુરુષાર્થ કરે તે સર્વ સુખ-દુઃખને અત્યંતભાવ કરી મેક્ષમંદિરમાં ચિરકાળ સુધી આનંદ ભેગવે તે પણ તું જ છે. તેથી, વાસ્તવિક કહીએ તો, મિક્ષ તારે છે, એટલે તું જ મોક્ષ છે. ન્યાયના એક
કે "જાં ઘાટાત્તરે કાં એટલે અવજ્ઞાને ત્યાગ કરી દે, એટલે અનાદરનો ત્યાગ કર. આ કરતાં સવિઘાં પાઠ વધારે બંધબેસતે અર્થ બતાવનાર લાગે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org