SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] અધ્યાત્મકલ્પમ [ ડિશ નિયમ પ્રમાણે ધર્મ અને ધર્મીને અભેદ છે. મીઠું ખારું છે, ત્યાં ખારાપણું એ ધર્મ થ, મીઠું એ ધમ થયું; અત્ર ખારાશ અને મીઠું એ જુદાં નથી, તેથી ધર્મ અને ધર્મીને અભેદ થયે; તેવી જ રીતે જીવ કર્મ કરીને સંસ્કૃત અને અસંવૃત છે, છતાં પણ પર્યાય અને પર્યાયીને ઉપરના નિયમ પ્રમાણે અભેદ છે. એ જ નિયમ પ્રમાણે કર્મને કરનાર અને મનને પ્રેરનાર પણ તું જ હેવાથી કર્મ અને મન પણ તું જ છે. જૈન શાસ્ત્રમાં આત્મા ઉપર જ બધે આધાર રહે છે. એને કોઈ મદદ કરતું નથી, તેમ જ એને બહારની મદદની અપેક્ષા રહેતી પણ નથી. એની અખંડ સ્થિતિમાં એ શુદ્ધ, અક્ષય, અવિનાશી; નિત્ય છે. કર્મના સંબંધથી એની શુદ્ધ દશા પર પડ ફરી વળ્યાં છે. એ પડ દૂર કરવા માટે પ્રબળ પુરુષાર્થ ફેરવવો જોઈએ અને તેટલા માટે અસાધારણ ઉદ્યોગ કર જોઈએ. આ આત્મામાં અનંત શક્તિ છે. એ ધારે તે પર્વતને પણ તેડી શકે છે અને વીર પરમાત્મા જેટલું જ્ઞાન અને ઋદ્ધિ મેળવી શકે છે. એટલા માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે अप्पा नइ वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुधा घेणू, अप्पा मे नंदनं धनं ॥ આ સિદ્ધાંતનું વાક્ય છે અને તુરત સમજાઈ જાય તેવું છે. એમાં કહે છે કે “આત્મા કામદુઘા ગાય છે અને આત્મા નંદનવન છે.” એની પાસેથી કામ લેતાં આવડે તો એ સર્વ ઈછિત સુખે (સ્થળ અને માનસિક) આપે છે. એ સર્વ છે એ વાત તે ખરી પણ તે તારામાં છે, એમ બતાવી આપ. એ બતાવી આપવા માટે અવિદ્યાને ત્યાગ કરે. અજ્ઞાનથી અંધ સમાન અવસ્થા રહે છે, અજ્ઞ જીવન એ લગભગ નકામું થઈ જાય છે, માટે અવિદ્યાને ત્યાગ કરી તારાં યોગ્ય કર્તવ્યોમાં સાવધાન થઈ જા. શાસ્ત્રકાર કહે છે કે અજ્ઞાનં રાહુ મો વાઈ, ધારિ sfપ : એ ક્રોધાદિક તીવ્ર પાપોથી પણ અજ્ઞાન મહાકષ્ટ આપનાર છે. જ્યાં સુધી અજ્ઞાનને નાશ થશે નહિ ત્યાં સુધી સાધ્ય નજરમાં આવશે નહિ, માટે હે ભાઈ! તું જાગ્રત થા, ખડો થા, પુરુષાર્થ પ્રગટ કર, વીર્ય ફેરવ. (૨; ૨૭૨) સુખ-દુખનાં મૂળ : સમતા-મમતા निःसङ्गतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं, शुचां सुखानां समतैव चेति ॥३॥ (उपजाति) હે આત્મન્ ! સર્વ પદાર્થો ઉપર સદા સમતાભાવ લાવીને, નિઃસંગપણું પ્રાપ્ત કર. હે વિદ્વાન ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે.” (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy