SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] અધ્યાત્મકલ્પમ [ડિશ જ્ઞાની કહે, અજ્ઞાની કહે કેઈ, દયાની કહે, મનમાની ક્યું કેઈ; જેગી કહે, ભાવે ભેગી કહે કેઈ, જાકુ જી મન ભાવત હૈઈ. દોષી કહે નિરદેવી કહે, પિંડોષી કહે કે ગુન જોઈ; રાગ નહિ, અરુ રેસ નહિ જાઉં, ધન્ય હે જગમેં જન સેઈ. ૨ સાધુ સુસંત મહુત કહે કેઈ, ભાવે કહે નીરગંથ પિયારેક ચેર કહે, ચાહે હેર કહે કે, સેવ કરે કે જાન દુહારે. વિનય કરે કે ઉચે બેઠાવ જવું, દૂરથી દેખ કહે કેઉ જારે; ધાર સદા સમભાવ “ચિદાનંદ”, લેક કહાવત સુનત નેરે. ૩. સમતાવંતનું આ લક્ષણ છે. સમતાને માટે છેવટે ઉપાધ્યાયજી કહે છે કે “ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” - સમતા એ જ શાસ્ત્રને સાર છે. સંસાર-સુખમાં સુખ જેવું કાંઈ પણ નથી. ગમે તે કાર્યમાં સમતા હોય તે જ સુખ છે, તેથી શાસ્ત્રકાર કહે છે કે સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુષ્યકામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ, ધાર્મિક કાર્યોમાં સમતા હોય તે જ સુખ થાય છે. મોક્ષમાં પણ સમતાનું જ સુખ છે. ત્યાં છોકરાઓનાં વેવિશાળ કે માલની લેવડદેવડને સ્વાર્થ, દેખાવ કરવાને બાહા રંગ અને અંતરંગ કપટવૃત્તિ એવું કાંઈ હેતું નથી. સ્થિરતા એ સમતા છે અને મોક્ષમાં સ્થિરતા એ જ ચારિત્ર છે. મોક્ષસુખમાં જે આનંદ છે તેની વાનકી અત્રે મેળવવી હોય, તે તે સમતા-પ્રાપ્તિથી મળે છે. ગ્રંથકર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કેટલો વિચાર કરીને આ ગ્રંથ લખ્યું છે તે આ શ્લેક પરથી જણાય છે. અનેક શાસ્ત્રનું દહન કરી આ ગ્રંથ ઉપસંહારરૂપે તાત્વિક દષ્ટિએ લખાયો છે. શાંતરસાત્મક ગ્રંથનું દેહન કરી કાઢેલો રસ જ્યારે પીવામાં આવે છે ત્યારે મન ડેલે છે, અનિર્વચનીય સુખને અનુભવ કરે છે અને પ્રફુલ્લિત બને છે. એવી રીતે જ્યારે પ્રાણી સમતારસને અનુભવ કરે છે, રસાધિરાજનું સેવન કરે છે, એટલે જ્યારે મમતા મૂકી સમતા આદરે છે, ત્યારે, ઉપર કહ્યું તેમ, મોક્ષસુખની વાનકી આ મનુષ્યજન્મમાં પણ પ્રાપ્ત કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિને ત્યાગ, કષાયને વિરહ અને સ્વાત્મસંતેષ જ્યાં એકઠાં થાય ત્યાં પછી બાકી શું રહે? - પ્રિય વાચક! જરા એક વાર અનુભવ કરજે. આ ગ્રંથ વાંચવાનું ફળ એ જ છે. આત્મદર્શન કરવું હોય, દુખનો સર્વથા નાશ કરવો હોય, તે આ ગ્રંથ દશ–વીશ વાર વાંચજે, વિચારજે, સમજજે. ગ્રંથકારે જે વિચારે બતાવ્યા છે તે પુખ્ત વિચાર કર્યા પછી સિદ્ધ કરેલા વિચારો જ છે. પ્રથમ દષ્ટિએ સામાન્ય લાગતા વિષયો પણ અત્યંત ગંભીર જ અઢાર પાપથાનકમાં છઠ્ઠા ક્રોધ પાપસ્થાનકની સજઝાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy