SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા [ ૪૩ અધિકાર ] બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા ચલણી માતાસંબંધનું દૃષ્ટાંત પૂરું પાડે છે; નકકેતુ પિતાસ’બંધનુ’; કાણિક (શ્રેણિકપુત્ર ) પુત્રસંબંધનુ' અને નયનાવલી – (યશેાધર રાજાની રાણી ) સ્ત્રીસ ખ’ધનું દૃષ્ટાંત પૂરું પાડે છે. આ સ``ધમાં શાસ્રાક્ત દૃષ્ટાંતા જોવા ઉપરાંત દરેક માણસે પોતાના અનુભવ પણ કામે લગાડવા. એક નાની રકમ સારુ ભાઈએ જ્યારે લડે છે ત્યારે વિવેકી પ્રાણી હેતના રંગ અનુભવે છે; સ્ત્રીની ઈચ્છા પાર પડતી નથી ત્યારે ગમે તેવાં અપવચન ખેલે છે; આપત્તિમાં મિત્રા તજી જાય છેઃ માતા-પિતાના સંબંધ પણ સ્વાશ ન થાય ત્યાં સુધી સારા રહે છે. વળી, જેમ ચિત્રના નાશ થતાં નયનને જે સુખ થતું હતું તે નાશ પામે છે તેમ પ્રત્યક્ષ માતા-પિતાના અભાવ થતાં તેએ સુખ આપતાં બંધ થાય છે. શરીર નાશ પામતાં મૃત્યુથી જે દુઃખ થાય છે તે પણ સ્વાર્થને અગે જ છે, તે આપણે છવ્વીશમા શ્લોકમાં વિસ્તારથી જોશું. તેથી નાશ પામતી વખત દુઃખ થાય છે તે પણ પ્રેમને ઉત્તેજન આપનાર નધી, પરંતુ તેથી પણ વૈરાગ્યભાવ જ આવે તેમ છે. આવી રીતે માબાપ, સ્ત્રી કે પુત્ર પર મમત્વ રાખવું એ અજ્ઞાન છે, દુઃખનું કારણ છે અને તજવા ચેાગ્ય છે. એ સબધ કેવા છે, કેટલા છે અને કેટલા વખત સુધી ચાલે તેવે છે એ પર વિચાર કરવાથી આત્મતત્ત્વનુ' સહજ ભાન થઇ જશે. માતા-પિતા ઉપર માહ રાખવા નહિ, એટલેા અત્ર ઉપદેશ છે, પરતુ તે ઉપરથી તે તરફ ગમે તે પ્રકારનું વર્તન ચલાવવું એમ સમજવાનું નથી. શાસ્ત્રના જ્યાં સુધી એકદેશીય અભ્યાસ થયા હોય ત્યાં સુધી ધર્મનાં વિશુદ્ધ ક્માનાનુ` આવુ. મૂર્ખાઇભરેલુ‘ પરિણામ લાવવાને અવિવેકી માણસાના સંબંધમાં બહુ ભય રહે છે. દરેક પ્રાણીએ પુત્રધર્મ, પતિધમ, માતૃધર્મ, પિતૃધમ, મિત્રધમ ખરાબર જાળવવા એવા શાસ્રકારના ખાસ ઉપદેશ છે અને અનેક જગેાએ તે પર ભાર મૂકી મૂકીને કહેવામાં આવ્યું છે. માત્ર સંસાર ઉપરથી વાસના ઊડી જઈ લેાકયજ્ઞ કરવાની વિશુદ્ધ વૃત્તિ હૃદયમાં જાગૃત થાય તે વખતે માહજન્ય સ`ખધથી અને પુત્રધર્માદિક ધર્મના ખાટા અથવા અધૂરા ખ્યાલથી અટકી જવાના સ‘ભવ ન રહે અને સંબધીઓનાં મૃત્યુથી થતા વિયેાગપ્રસંગે પ્રમાણ વગરના અને પિરણામ વગરના શાક ન થાય તે સારુ જ આ ઉપદેશ છે. પિતૃધર્માદિના જ્યારે વિશ્વપ્રાણી તરફના ધર્મ સાથે સ`ઘટ્ટ થાય ત્યારે પ્રથમ ધર્મના કદાચ ભાગ આપવા પડે તેપણુ સામાન્ય શિષ્ટાચાર પ્રમાણે બીજો ( અંત્ય) ધર્મ આદરવા યુક્ત છે. માહથી સાઈ જવું નહિ અને પ્રતિબંધમાં પડી જવું નહિ એ શુદ્ધ આશય છે. આ વિષયને અંગે ચેાથી એકત્વ ભાવના વિચારવા ચેાગ્ય છે. એ ભાવનાના ઉદ્દેશ અને આ શ્ર્લાકને ઉદ્દેશ લગભગ એક સરખા છે. ચાપઇના કર્તાએ આ શ્ર્લાકના અથ જીદ્દી રીતે કર્યાં છે, પણ તેવા અ મૂળ ઉપરથી મને બેસી શકયો નથી. ચાપાઈ કારના કહેવાના ભાવાર્થ એવા જણાય છે કે જેમ + બ્લુએ મારું યશોધરચરિત્ર ભાષાંતર, પ્રકટકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy