SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] અધ્યાત્મકલ્પમ [પ્રથમ “ પુગલ-પિંડને અધિષ્ઠિત જીવા સચેતન પદાર્થો છે અને પરમાણુમય અ (પૈસા) વગેરે અચેતન પદાર્થો છે. આ બન્ને જાતિના પદાર્થો અનેક પ્રકારના પર્યાયભાવ-પલટનભાવ પામ્યા કરે છે, તેથી તેના ઉપર રાગ-દ્વેષ કરવાને કોણ લાયક ગણાય ? (૩૪) વિવેચન—–સ્રી, પુત્ર, સગાં અને સખશ્રીઓ વગેરે સર્વ મનુષ્યા તેમ જ પોપટ અને કાગડો, સર્પ, નાળીએ, મગરમચ્છ અને સાનાની પાંખાવાળા મચ્છ, વીંછી અને તીડ, કીડી અને માખી, શ`ખ અને જળે સર્વાંનાં શરીર પુદ્ગલનાં અનેલ છે; તેમ જ ખાણમાંથી નીકળ્યા પછી સેાનું, રૂપું, લાહુ વગેરે ધાતુએ તેમ જ ઘરમાં રહેલુ સુદર ફરનીચર સ અચેતન છે-જીવ વગરનું પુદ્ગલ છે. આ સં ચેતન અને અચેતન પદાર્થો વાર'વાર પર્યાયભાવ પામે છે, જીવ વારંવાર દેવપણું, મનુષ્યપણુ, તિ ચપણું અને નારકીપણું પામે છે અને તેના તે સ્વભાવ આ અધિકારમાં આપણે બે-ચાર પ્રસંગે રૂપાંતરથી જોઈ ગયા છીએ. કોઈ વાર તે પ્રમાદ કરાવે તેવુ રૂપ ધારણ કરે છે અને કોઇ વાર તે મહા-નિંદ્ય લાગતુ. કુરૂપ ધારણ કરે છે. એવી જ રીતે અચેતન પદાર્થો પણ અનેક પ્રકારનાં સારાં-ખરાબ લેખાતાં રૂપા ધારણ કરે છે, એનું દૃષ્ટાંત સુબુદ્ધિ પ્રધાને ખાઈના જળથી બનાવેલું નિળ જળ પૂરું પાડે છે. એક રાજા અને તેના સુબુદ્ધિ નામે પ્રધાન એક દિવસ બહુ ગંધાતી ખાઇ પાસે નીકળ્યા. રાજાને આ બહુ ખરાબ વાસ આવતી ખાઈની ગધથી ઠીક લાગ્યું નહિ, તેથી તેણે માં મરડયું. પ્રધાન સાથે તેણે આ સબંધી વાતચીત પણ કરી, પ્રધાને તા ૪૩ પેટે જણાવ્યું કે પુદ્ગલને સ્વભાવ સુગધી-દુ ધી થયા કરવાના છે; કારણુ કે દરેક પરમાણુનાં એમાંથી એક ગધહાય જ છે. રાજાને આ વાત રુચી નહિ, પણ અન્ને તે વખત ચૂપ રહ્યા. પ્રધાને ત્યાર પછી તે ખાઇમાંથી કેટલુંક પાણી ભરી મંગાવ્યુ... અને તે પાણીને શુદ્ધ કરાવ્યું. પછી તેમાં કતકચૂર્ણ નાખીને તેની દુગ'ધ દૂર કરી અને કપૂર પ્રમુખથી સુગંધ ઉત્પન્ન કરી. પછી કાઈ પ્રસંગે રાજાને આ પાણી પીવા આપતાં તેણે તે પાણીનાં બહુ વખાણુ કર્યા', એટલે પ્રધાને સર્વ હકીકત નિવેદિત કરી. રાજાને આથી પુદ્ગલના વિચિત્ર ધર્મની પ્રતીતિ થઈ. જે પદાર્થો પર પ્રીતિ કરવી તે પદાથ જો એકસરખી સ્થિતિમાં નિર`તર રહેવાના હાય તા તે પ્રીતિને ચેાગ્ય કહી શકાય. ઘરનુ' સુરમ્ય ફરનીચર ભાંગી જશે, નાશ પામશે, ફૂટી જશે; સુંદર શરીર માટી સાથે મળી જશે; તેમાં રહેલા આત્મા પર્યાયથી અનેક ભાવા પામશે; ત્યારે તેમાં પ્રેમ કેવી રીતે કરવા ? કાના ઉપર કરવા ? શા માટે કરવા ? કરીએ તા તેના અર્થ શું ? આવા વારંવાર બદલાતા સચેતન પદાર્થો પર પ્રેમ કરવા એ આપણા ગૌરવથી નીચુ છે, કરવા ચેાગ્ય નથી. એટલા માટે શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણ(શ્લેાક પર )માં લખે છે કેઃ— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy