________________
અધિકાર મિથ્યાત્વાદિનિધ
[ ૩૨૫ તારા પિતાજી ત્રણ વરસની જૂની (શાલિ) ડાંગર કહેતા હતા, તેથી તે વગર વિચાર્યું અહંકારમાં જિ હા છેદવાનું પણ લીધું છે.” પર્વતે કહ્યું : “હવે મેં તે આ પ્રમાણે કહી દીધું, તે ન કહ્યું થવાનું નથી, માટે તમને ઠીક લાગે તે રીતે તેનું નિવારણ કરે.” માને દીકરાનું સ્વાભાવિક રીતે હેત લાગ્યું, તેથી હૃદયમાં પીડા પામતી તે વસુ રાજા પાસે ગઈ. પુત્રને માટે માતા શું નથી કરતી? “હે માતા ! આપના દર્શનથી આજ ક્ષીરકદંબક ગુરુનાં દર્શન થયાં, આપને હું શું આપું અથવા આપને માટે શું કરું? મને ફરમાવે.” આ પ્રમાણે વસુ રાજાએ તેમને કહ્યું. માતા બેલી : “વત્સ ! મને પુત્રભિક્ષા આપ. હે પુત્ર ! પુત્ર વગર ધનધાન્ય શા કામનાં છે?” વસુ રાજાએ કહ્યું : “માતા ! આ શું બોલે છે ? પર્વત તો મારે પાલ્ય અને પૂજ્ય છે; ગુરુપુત્રને ગુરુતુલ્ય માન, એવી કૃતિની આજ્ઞા છે. આજે યમરાજે કોનું પાનું ઉઘાડ્યું છે કે જે મારા ભાઈને મારવા તૈયાર થયો છે? માટે હે માતા ! તમે જે હકીકત હોય તે જલદી બેલે.” પછી પર્વતની માતાએ નારદનું આગમન, શબ્દની વ્યાખ્યાના સંબંધમાં થયેલો વાદવિવાદ, પર્વત તથા નારદની તકરાર, જિહાદનું પણ અને વસુ રાજાની કરેલી સાક્ષી–એ સર્વ હકીકત કહી બતાવી, પછી કહ્યું કે “તારી પાસે ન્યાય કરાવવા આવે ત્યારે હે ભાઈ! પર્વતનું રક્ષણ કરવા માટે તું અત્ત એટલે બકરો એમ કહેજે. મેટા માણસે પ્રાણથી પણ બીજા ઉપર ઉપકાર કરે છે, તે વાણીથી કરે એમાં તે સવાલ જ શું છે?” વસુ રાજા બોલ્યા : “હે માતા ! મિથ્યા વચન હું કેવી રીતે બેડલું? પ્રાણનો નાશ થાય તે પણ સત્યવ્રતી પુરુષે કદી પણ અસત્ય બોલતા નથી. પાપથી ડરનાર પ્રાણીએ કઈ પણ બાબતમાં અસત્ય બોલવું જોઈએ નહિ. તે પછી ગુરુની વાણી અન્યથા કરવા સારુ બેટી સાક્ષી પૂરવી એ તે બહુ જ ખોટું કહેવાય.” “ભાઈ ! તારે તે ગુરુના પુત્ર કરતાં પણ સત્યવ્રતને આગ્રહ વધારે છે તો ઠીક છે ! મારું નસીબ !” આટલું બોલતાં ગુરુપત્નીએ દયદ્ર મુખ કર્યું ત્યારે રાજા લેવાઈ ગયે અને તેનું વચન અંગીકાર કર્યું. ગુરુપત્ની રાજી થઈને પિતાને ઘેર ગઈ.
હવે નારદ અને પર્વત રાજસભામાં આવ્યા. સભામાં અનેક સભ્ય, વિદ્વાને અને માધ્યચ્યવૃત્તિવાળા પુરુષે બિરાજ્યા હતા. રાજા સ્ફટિકની વેદિકાના પ્રભાવથી અધર દેખાતા સિંહાસન પર આરૂઢ થયો હતો. રાજાએ ગુરુપુત્ર અને સહાધ્યાયી નારદને આદર આપ્યો. નારદે અને પર્વતે પિતાને પક્ષ સ્થાપિત કર્યો અને રાજાનું પ્રમાણ અંગીકાર કર્યું, સત્યને મહિમા બતાવ્યું અને રાજાને સત્ય બોલવા સૂચવ્યું. આ પ્રમાણે સર્વ હકીકત કહ્યા છતાં, જાણે તે સાંભળી જ ન હોય, પિતાના સત્યવાદીપણુની પ્રસિદ્ધિને અંગે પિતાને માથે લટકતી મહા ફરજનો ખ્યાલ જાણે ક્ષણવાર દૂર જ ગયે હોય, તેમ ગુરુપત્નીનાં વચનને માન્ય રાખી વસુ રાજાએ ન્યાય આપ્યો કે “ગુરુએ આ શબ્દનો અર્થ “બકરો” શીખવ્યું છે.” આ અસત્ય વચન બોલતાં જ દે તેના પર કોપાયમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org