SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] અધ્યાત્મક ૫ક્રમ [ દશમ પાપથી દખ અને તેનું ત્યાજ્યપણું किमर्दयन्निर्दयमङ्गिनो लघून् , विचेष्टसे कर्मसु ही * प्रमादतः । એવશsણચંતાÁના સહાનત્તશsધ્યાયમન મરે ? | (વંરાથવિટ) તું પ્રમાદથી નાના છને પીડા આપવાના કર્મમાં નિર્દયપણે શા માટે પ્રવૃત્તિ કરે છે? પ્રાણી બીજાને જે પીડા એક વાર પણ નીપજાવે છે, તે જ પીડા ભવાંતરમાં તે અનંત વાર ખમે છે.” (૧૦) વિવેચન—ઉપરના બે શ્લેકમાં પુણ્ય કરવાને ઉપદેશ આપ્યો અને તેને આદરવાથી લાભ છે એ બતાવ્યું. હવે પાપનું ત્યાજ્યપણું બતાવે છે. પાપ કરતી વખતે જ જાણે મન પ્રથમ તે પાછું હઠે છે, પણ ઘણા કાળના થયેલા સ્વભાવને લીધે પાછું તે માઠા વિકારને વશ થઈ જાય છે. ખૂન કરનારને એક વખત અટકવાનું મન થાય છે, તેવી જ રીતે પરસ્ત્રી સેવનારને પણ થાય છે. આવી રીતે આત્માની શુદ્ધ સ્થિતિને ભાવ દેખાય છે, પણ તેને ઉપર ત્યાર પછી મનોવિકારના તરંગો ઊઠે છે એટલે શુદ્ધ ખ્યાલ (Conscience) નાશ પામી જાય છે અને પાપ લેવાય છે. હવે આવી રીતે પા૫ સેવનારને પરભવમાં ઘણું વેઠવું પડે છે. શાસ્ત્રકાર કહે છે કે બીજાને જે પ્રકારની પીડા નિપજાવી હોય તેનાથી આકરી પીડા તે નિપજાવનારને અનેક વાર સહન કરવી પડે છે. વીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ કહે છે કે – वहमारणअब्भक्खाणदाणपरधणविलोवणाईणं । सव्वजहण्णो उदओ, दसगुणिओ इक्कसि कयाण ॥ तिव्ययरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥ અર્થ—“લાકડી વગેરેને પ્રહાર કરે, પ્રાણ-વ્યારે પણ કરવું, જૂઠું કલંક દેવું અને પરધનનું હરણ કરવું વગેરે એક વાર કર્યાને જઘન્ય ઉદય પણ દશ વખત તે થાય છે અને તીવ્ર પ્રઢષથી કરેલ હોય તો સે, હજાર, લાખ, કોડ અને ક્રોડાકોડ વાર પણ ઉદય થાય છે.” આમ કેમ બને? અને આમાં ન્યાય ક્યાં રહ્યો? એમ સામાન્ય જનના મનમાં પ્રશ્ન થાય છે. તેને પણ ખુલાસો છે. પાંચ રૂપિયાની ચોરી કરનારને દંડ કેટલો છે? પાંચ મિનિટ બળાત્કારે વિષયસુખ ભેગવનારને કેટ કેટલાં વર્ષની સજા કરે છે? અમુક પાપ વખત દ્રવ્ય ઉપર બંધાતું નથી, પણ તે વખતે તે પાપકર્મ કરવામાં તીવ્રતા કેવી છે તે પર તેને રસબંધ પડે છે. આ ટૂંકી વાતમાંથી બહુ સાર લેવા જેવો છે. પાપકર્મથી નિરંતર કરતા રહેવું અને ક્ષણિક સુખની ખાતર પાપકર્મ સેવવું નહિ. * પ્રમાતા ને બદલે કવચિત ત; પાઠ છે, તેને અર્થ પણ સારે છે. - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy