SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પર 1 અધ્યાત્મકલ્પમ [ પ્રથમ चेतोहरा युवतयः स्वजनोऽनुकूलः, सबान्धवाः प्रणयगर्भगिरश्च भृत्याः । वल्गन्ति दन्ति निवहास्तरलास्तुरङ्गाः, संमीलने नयनयोन हि किश्चिदस्ति ।। “ચિત્ત હરણ કરે તેવી સુંદર યુવતિઓ, અનુકૂળ સગાં-સંબંધીઓ, આબરૂદાર ભાઈઓ, સભ્યતાપૂર્વક ઉચ્ચાર કરનારા નેકરે, હાથીઓના સમૂહ અને ચપળ ઘેડાઓ-આ સર્વ હોય, પણ આંખ મીંચાણું એટલે એમાંનું કાંઈ નથી.” વ્યવહારમાં પણ આપણે સાંભળીએ છીએ કે – જેની કું કે પર્વત ફરે, આભ ઊંડલમાં ભરતા; જેની ચાલે ધરણું દૂજે, તે નર દીઠા મરતા. આવી સ્થિતિ છે, માટે મરણને દરરોજ દષ્ટિ સમીપ રાખી તેને માટે ગમે તે વખતે તૈયાર રહેવું. બાકી તે મોટા મોટા ચક્રવત એ પણ છ ખંડ પૃથ્વી અને હજારે સ્ત્રીઓ તથા પારવગરની ઋદ્ધિ અત્ર મૂકીને જ ગયા છે, તેમની સાથે કેઈ ગયું નથી, કાંઈ ગયું નથી, એ વાત નવી જાણવાની રહી નથી. વળી મા-બાપ, સ્ત્રી, પુત્ર વગેરેનો પ્રેમ પણ જ્યાં સુધી તેઓ સાથે સ્વાર્થને સંઘટ્ટ ન થાય ત્યાં સુધી જ બહુ લાગે છે. “લાગે છે એમ કહેવાનું તાત્પર્ય એ જ છે કે વસ્તુત: તે છે જ નહિ, એક શેઠના છોકરાને પિતાના કુટુંબ પર બહુ પ્રેમ હતો. તેની પરીક્ષા બતાવવા સારુ તેના મિત્રે તેને કૃત્રિમ મંદવાડ હોવાને દેખાવ કરવાનું શીખવ્યું. અને પેટની અસહ્ય (કૃત્રિમ) વેદનાથી શેઠપુત્ર જ્યારે અસાધ્ય લાગતા વ્યાધિના કાંઠા પર પડ્યો ત્યારે ધવંતરિ વૈદ્યનું રૂપ લઈ મિત્રે માથા પરથી પાણી ઉતારી તેમાં સર્વ રોગ સમાય છે અને તે પીનારને તે રેગ આવશે, પણ પુત્ર સાજો થશે, એવું સ્વરૂપ બતાવ્યું ત્યારે તેની નવયૌવના સ્ત્રી, અતુલ પ્રેમ બતાવનારી માતા, કરડેને વારસો આપનાર પિતા, અબજોને વારસ મેળવનાર પુત્ર અને બીજા આશ્રિત સર્વ ખસી ગયા અને કોઈએ તે પાણી પીધું નહીં. કઈ પાણી પીવે એમ માનવું એ જ ખોટું છે, કારણ કે પ્રેમબંધન સ્વાર્થની દેરી પર જ બંધાયેલું છે. સ્વાર્થને દેર તૂટે કે કેઈ જાતને સંબંધ રહેતું નથી અને “કાઢે કાઢે” એ જ ઉરચાર થાય છે. સંબંધનું આવું સ્વરૂપ જાણવા છતાં પણ પ્રાણીઓ કર્તવ્ય-વિમુખ થઈ શા માટે સંસારબંધનમાં ફસાતા હશે એને ખુલાસે જ્ઞાની મહારાજ આપે છે. એમાં અનાદિ મિથ્યાત્વ-વસ્તુસ્વરૂપની અજ્ઞતા-સિવાય બીજું કંઈ પણ કારણ નથી. આથી સ્વપ્ન કે ઈન્દ્રજાળ જેવા સંસારબંધનમાં મૂંઝાઈ ન જતાં આત્મતત્ત્વ કયાં છે તે સમજવું અને સમતા આદરવી એ જ મુખ્ય ફરજ છે, એ સિદ્ધ થાય છે. (૨૮) વિષય પર મેહનું સ્વરૂપ; સમતા આદરવાને ઉપદેશ नो धनैः परिजनैः स्वजनैर्वा, दैवतैः परिचितैरपि मन्त्रैः । । रक्ष्यतेऽत्र खलु कोऽपि कृतान्तानो विभावयसि मूढ ! किमेवम् ॥ २९ ॥ * તેલૈનિતિ વા ઘાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy