SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદઘાત ચાર પ્રકારના અનુગો-દ્રવ્યાનુયેગ, ચરણકરણનુગ, ગણિતાનુગ અને કથાનુગ–આ ચાર વિભાગમાં ધર્મશાસ્ત્રને સમાવેશ થાય છે. આ ચાર અનુગો પૈકી ધર્મ કથાનુગ બહુ સરળ રીતે ઉપદેશ આપી ખસૂસ કરીને બાળજીવની કલ્પનાશક્તિ પર જબરજસ્ત અસર કરે છે અને તેની અસરથી ચરણકરણાનુગ વડે થતી ક્રિયાની જ્ઞપ્તિ પ્રમાણે જીવનને તદ્દધારા સફળ કરે છે, પણ હેવાભાવાળી યુક્તિઓ અથવા કુયુક્તિઓ શ્રવણગોચર થતાં તેમ જ આત્માનું અસ્તિત્વ, પૃથ્વીનું અનાદિત્વ અને વ્યક્તિગત સૃષ્ટિ. નિરાસ વગેરે પ્રશ્નોનો પ્રસંગ પડતાં તે ગૂંચવાઈ જાય છે, લથડી જાય છે અને ઘણીવાર કેંદ્રમાંથી સરી જાય છે. તે વખતે ચરણકરણાનયોગ, જેને વિષય ક્રિયાકાંડ પર છે, જેને અભ્યાસ દ્રવ્યાનુયોગ કે કથાનુગના અભ્યાસીને ચુસ્ત કરવામાં સહાયભૂત થઈ શકે છે, તેની આવશ્યકતા બહુ ઓછી રહે છે. નવીન અભ્યાસ શરૂ કરનારને ચરણકરણનગને વિષય બહુ ઉપયોગી નથી. ગણિતાનુયોગને વિષય બહુ બહુ કઠીન અને શુષ્ક છે. જેને એ વિષય પર સ્વાભાવિક પ્રીતિ હેય છે તેને તે બહુ આનંદ આપે છે અને ચોક્કસ બનાવે છે, પણ આ વિષય કોઈ દિવસે સીધી રીતે સર્વથા કપ્રિય થયો નથી અને થવાનું નથી. દ્રવ્યાનુયોગ --દ્રવ્યાનુયોગના વિષયની હકીકત આથી તદ્દન જુદી છે. એ વિષય બહુ જ ઉપયોગી છે અને તેના અનેક વિભાગ છે. બુદ્ધિબળને મજબૂત કરનાર અને તેમાંથી જ જન્મનાર આ વિષય ઉપર શાસ્ત્રની મહત્તા, ગંભીરતા, ઉદારતા અને ગહનતાને આધાર રહે છે. માનસિક શક્તિઓ પૈકી કલ્પનાશકિતને પોષણ આપી માગ કરનાર તો બાળજીવો ઉપર જ અસર ઉપજવી શકે છે, પણ તર્કબુદ્ધિ-પ્રજ્ઞા ઉપર અસર કરી કાર્ય કરનાર કદાચ થોડો વખત અપાંશે કે અધિકાંશે ફતેહ પામે, પરંતુ પરિણામે તે તેને જ સંપૂર્ણ વિજય થાય. આ હકીકત સ્પષ્ટ કરવાની જરૂર નથી, કારણ કે બાળજીવોને વર્ગ બિનકેળવાયેલાને બનેલું હોય છે, અને તેઓનું ધાર્મિક તત્ત્વજ્ઞાન કથાશ્રવણ અને ઈશ્વરસ્મરણમાં પરિપૂર્ણ થાય છે : જ્યારે બુદ્ધિમાનનું કર્તવ્ય તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્ય વાંચી-વિચારી-સમજી તેનું તાત્પર્ય શોધવા-સમજવામાં સમાયેલું હોય છે. સામાન્ય નિયમ પ્રમાણે આવા મક્કમ પાયા પર બંધાયેલા શાસ્ત્રને જ જય થવાનો સંભવ છે. પરંતુ તે કાર્ય તેને દ્રવ્યાનુયોગ કેવી સ્થિતિ પર છે, કોણે બતાવ્યો છે, કેવી રાતે બતાવ્યો છે, તેનું અંતિમ સાધ્યબિંદુ શું છે અને તેમાં અરસપરસ કાંઈપણ વિરોધ છે કે નહિ એ પ્રશ્નો પર લટકે છે. આ પ્રમાણે હોવાથી કોઈ પણ ધર્મની મહત્તા સમજવા માટે તેના દ્રવ્યાનુયોગની મહત્તા સમજવાની જરૂર પડે છે અને તેની કિંમત પણ તેનાથી થાય છે. આ દ્રવ્યાનુયોગની મહત્તા કેટલી છે તે વિચારવા જેવું છે. કમની શકિત, તેના બંધ-ઉદયાદિ ચતુષ્ટય, તેના ઉવર્તન, સંક્રમણ, અપવતનાદિ પ્રકાર, પરમાણુને સ્વભાવ, નિગોદનું સ્વરૂપ, આત્મદ્રવ્યનું સ્વરૂપ વગેરે પ્રશ્નો આ અનુયેગમાં ચર્ચાય છે. શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા હોય ત્યારે જ સમકિત થાય અને સમકિત વગરની ક્રિયા તે અંક વગરનાં શ જેવી છે. શ્રદ્ધાને સ્થિર રાખનાર તત્ત્વજ્ઞાન-તવધ જ છે. તત્ત્વજ્ઞાનથી કમનસીબ રહેલો પ્રાણ સહજમાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે, કારણ કે તેની શ્રદ્ધાને પાયે ઊંડે હોતે નથી; જ્યારે બુદ્ધિમાન વિદ્વાનના સંબંધમાં તેમ બની શકતું નથી. અનેક ઉપયોગી વિષયે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર તરીકે પ્રસ્થાન ગ જ બહુ ઉપયોગી છે. દ્રવ્યાનુગમાં વિષય-વ્યાનુયેગને વિષય બહુ વિશાળ છે. તેના પેટા વિભાગમાં અનેક ઉપયોગી વિષયોને સમાવેશ થાય છે. દરેક ધર્મને વ્યવસ્થાસર અભ્યાસ, તે સર્વની પરસ્પર સરખામણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy