SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ પ્રકાશકીય શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાએ જેમ સમાજ, દેશ અને ધર્મની સેવા કરી હતી, તેમ શાસ્ત્રીય તેમજ બીજા ગ્રંથનું નિયમિત અધ્યયન કરવાની સાથે ધાર્મિક તેમ જ અન્ય પુસ્તકોનું સર્જન-વિવેચન પણ સારા પ્રમાણમાં કયું હતું. સેલિસિટર જેવો જવાબદારીભર્યો તેમ જ અન્ય ધણું સમય અને શક્તિ માગી લે એવો વ્યવસાય યશસ્વી રીતે સાચવી જાણવાની સાથે સાથે આ માટેનો સમય તેઓ કેવી રીતે ફાજલ પાડી શક્યા હશે, એવો સવાલ સહેજે થઈ આવે છે. આને ખુલાસે એક જ છે કે જે પ્રવૃત્તિ સાથે માનવીનું મન એકરસ બની જાય એ માટે એ બધું જ કરી છૂટે છે, અને એમાં પિતાના ચિત્તને સંતોષ થાય એ રીતે પ્રગતિ થાય ત્યારે જ એના મનને નિરાંત થાય છે. શ્રી મતીચંદભાઈ આ સત્યના જવલંત ઉદાહરણરૂપ છે. આવી બધી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવા ઉપરાંત શ્રી મોતીચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જે સેવા બજાવી હતી, તે સાચેસાચ અનુપમ હતી; તેઓ સાચા અર્થ માં સંસ્થાના પ્રાણ હતા. અને એ માટે સંસ્થા તથા સમાજ હંમેશને માટે એમનાં ઓશિંગણ રહેશે. શ્રી મોતીચંદભાઈના ધાર્મિક આધ્યાત્મિક વિવેચનવાળા ગ્રંથે ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેઓના સ્વર્ગવાસને એકવીસ વર્ષ થયા છતાં એમના ગ્રંથની કપ્રિયતામાં ઘટાડો થવા પામ્યું નથી. એ વાતની સાક્ષી તેઓને જે અનેક ગ્રંથે પૂરે છે, તેમને આ ગ્રંથ પણ એક છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ છે. આ મૂળ ગ્રંથ ઉપરનું શ્રી મોતીચંદભાઈનું વિવેચન આજથી ૩ વર્ષ પહેલાં, સને ૧૯૦૩ માં, પહેલી જ વાર, ભાવનગરની જાણીતી શ્રી જનધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત થયું ત્યારે શ્રી મેતીચંદભાઈની ઉંમર ફક્ત ત્રીસ જ વર્ષની હતી, શ્રી મતીચંદભાઈમાં અધ્યાત્મ કે ધર્મ જેવા ગહન વિષયમાં પણ નાની ઉંમરથી કેવી પરિપક્વતા આવી હતી, તે આ ઉપરથી જાણી શકાય છે. આ ગ્રંથની પહેલી ત્રણ આવૃત્તિઓ અનુક્રમે સને ૧૯૦૯, અને ૧૯૨૩ માં શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર-તરફથી પ્રગટ કરવામાં આવી હતી. તે પછી પણ આ પુસ્તકની માંગ ચાલુ રહેવાથી શ્રી જૈનધર્મ પ્રસારક સભાની મંજૂરીથી, એની ચોથી આવૃત્તિ સને ૧૯પરમાં અને પાંચમી આવૃત્તિ સને ૧૯૬૫માં, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના પહેલા ગ્રંથાંક રૂપે પ્રગટ કરવામાં આવી હતી. છેલ્લાં ત્રણેક વર્ષથી આ પુસ્તક ફરી અપ્રાપ્ય થઈ જવાથી અને એની માગણું સતત ચાલુ હોવાથી, અત્યારે એની છઠ્ઠી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આ ગ્રંથની આ છઠ્ઠી આવૃત્તિ પ્રગટ થાય છે એ ઉપરથી પણ આ ગ્રંથે કેટલો બધો લોકાદર મેળવ્યો છે તે જાણી શકાય છે. આ આવૃત્તિ પ્રગટ કરવાની અનુમતિ ઉદારતાપૂર્વક આપવા બદલ અમે શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સંચાલકોને અંતઃકરણથી આભાર માનીએ છીએ. શ્રી મોતીચંદભાઈ જેવા અનેક સેવાપ્રવૃત્તિઓ અને વિદ્યાપ્રવૃત્તિને સરખી રીતે ન્યાય આપવાની ભાવના, શક્તિ અને નિપુણતા ધરાવતા મહાનુભાવને જીવનપરિચય મેળવવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. આ અંગે “શ્રી આનંદઘનજીનાં પદે, ભાગ બીજે ના સંપાદકીય નિવેદનમાં તથા તેઓને આપવામાં આવેલ અંજલિમાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વિસ્તારથી લખેલું હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy