SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ]. કષાયત્યાગ [ ૧૨૫ તું જાણે છે, છતાં વળી ગુણવાનની તું અદેખાઈ કેમ કરે છે? ગુણવાન ઉપર ઈર્ષ્યા થાય છે તેનાં ઘણાં કારણો છે. એક તે ગુણવાનને વર્ગ (Class) બીજાથી જુદો પડી જાય છે; અને પછી શામળ ભટ્ટના “વેર સોમ દાતાર, વેર કાયર ને શૂરે” એ છપ્પામાં કહ્યા જેવું થઈ જાય છે, જ્ઞાન, શક્તિ, ધનવ્યય, સંતોષ, ઋજુતા, પ્રાજ્ઞતા, વિદ્વત્તા, બ્રહ્મચર્ય, દયાળુતા, નમ્રતા વગેરે એવા છે કે તે ગુણો જેમાં ન હોય તે માણસ તે ગુણવાળાની અદેખાઈ-ઈર્ષ્યા અથવા સ્પર્ધા કરે છે અને તેથી કરીને મહા-અર્ધગતિ પ્રાપ્ત કરે છે. આથી કરીને સંસાર-બંદીખાનામાં પડેલા પ્રાણીને વધારે સાંકળે બંધાય છે કે જેથી આ જીવરૂપ કેદી તેમાંથી જલદી નીકળી નાસી જઈ શકે નહિ. વાતનો સાર એ જ છે જે સંસારમાંથી છૂટા પડવાની ઈચ્છા હોય તો ગુણવાનની ઈર્ષ્યા કરવી નહિ, પણ ગુણવાન થવું, ગુણવાનનું બહુમાન કરવું. સાદા મનુષ્યની પણ ઈર્ષ્યા ન કરવી એ તે સમજાઈ જાય તેવું જ છે, ખાસ કરીને ગુણવાનના તે પગ ધોવા જોઈએ. ગુણ પ્રાપ્ત કરવાને રસ્તો એ જ છે કે ગુણીની સેવા કરવી. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે.” ગુણના જ્ઞાનનો આ મહિમા સમજે, વિચારો અને ગુણ ગ્રહણ કરે. એ જ કર્તવ્ય છે અને તે માટે જ પ્રેરણું છે. ગુણવાન પર મત્સર કરવાથી સમક્તિની ચાર ભાવના, જેનું વર્ણન પ્રથમ અધિકારમાં કરવામાં આવ્યું છે, તે પૈકી પ્રમોદ ભાવનાને નાશ થાય છે. એ પ્રમોદ ભાવનાને નાશ થવાથી મૈત્રીભાવ રહેતું જ નથી અને ભાવના વગર સમકિતની શુદ્ધિ રહેતી નથી, એટલું જ નહિ પણ છેવટે તેને ક્ષય પણ થઈ જાય છે. માટે ગુણ વાન પર પ્રેમ રાખવો એ શુદ્ધ જીવનનું એક ખાસ કર્તવ્ય છે. (૧) ૮૪) કષાયથી સુકૃતનો નાશ कष्टेन धर्मों लक्शो मिलत्ययं, क्षयं कषायैर्युगपत्प्रयाति च । તિવ્રત્તાવૈતમનં તતા, નિશ ! હી હૃારણે નમતા? શપ ( વંરાથ) મહા કષ્ટથી જરા જરા કરીને “ધ” પ્રાપ્ત થાય છે તે કષાય કરવાથી એક સપાટામાં એકદમ નાશ પામે છે. તે મૂર્ખ ! મહાપ્રયાસથી મેળવેલું સેનું એક ફૂંક મારીને કેમ ઊડાવી દે છે ?” (૧૫). વિવેચન-શ્રુતચારિત્રલક્ષણ ધર્મ મહામુશ્કેલીએ જરા જરા મળે છે, અનંત પુદ્ગલપરાવર્તન કર્યો પછી છેલ્લા પરાવર્તનમાં કાંઈક ધર્મપ્રાપ્તિનો સંભવ થાય છે. તેને પ્રબળ પુરુષાર્થથી રાખી શકાય તેમ છે, પણ કષાય કરવાથી તેને એકદમ એકસાથે નાશ થઈ જાય છે. ગુણસ્થાનમાં ચઢેલાં પ્રાણીઓ પણ કષાયમોહનીયથી એકદમ નીચે પડી જાય છે, * દેવચંદ્રજીકૃત વીરસ્તવન. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org |
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy