SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] અધ્યાત્મક ૫કુમ ( [ સપ્તમ જ આત્મબળથી તેઓ ક્ષમા રાખતા, માનનો ત્યાગ કરતા અને મને વિકાર પર સખ્ત અંકુશ રાખતા અને તેથી જ એવા મહાત્માઓને યોગી કહેવા,એમાં જરા પણ અતિશક્તિ જેવું નથી. વળી, આવાં પ્રાણીઓ કેઈનો દોષ દેખતાં જ નથી, તેઓ પોતાનાં કમને જ દેષ સમજે છે. જેમ ચાલતાં ચાલતાં ભીંત સાથે અથડાવાથી ભીત વાગે અને ભીંત પર પ્રહાર કરો અગર દ્વેષ આણવો, એમાં મૂર્ખતા છે, તેમ જ બીજાના આક્રોશ તાડનથી તેના પર ગુસ્સે થવું એમાં મૂર્ખતા છે. અત્ર વર્ણવેલ ક્ષમા ગુણવાળાં પ્રાણીઓ જલ્દી મોક્ષપ્રાપ્તિ કરે એ તદ્દન સ્વાભાવિક છે. (૪, ૮૪) કષાયનિગ્રહ को गुणस्तव कदा च कषायनिर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥५॥ (स्वागतावृत्त) તને કષાયોએ ક ગુણ કર્યો? તે ગુણ ક્યારે કર્યો કે તું તેઓને હંમેશાં સેવે છે? આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું તું દેખતો નથી?” (૫) - વિવેચન-કષાયથી ગુણ દેખાતું નથી, કે પ્રાણીને કઈ વખતે કઈપણ પ્રકારનો ગુણ થયા હોય એવું સાંભળ્યું પણ નથી. દરેક કષાયથી તેના વિષયમાં કેવી કેવી પીડા થાય છે તે દષ્ટાંત આપીને બતાવી આપ્યું છે. ક્રોધથી તાત્કાલિક મગજને ઉકળાટ, અહકારથી માનભંગ વખતે મગજની બદલાતી સ્થિતિ, માયાથી દરરોજ બેટ દેખાવ કરવાની પીડા અને લોભથી આખી જિન્દગી સુધીની વેઠ, આવે આ ભવને સંતાપ અને પરભવમાં તેના પરિણામે થતી દુઃખસંતતિ પર વિચાર કરી કષાય ન કરો; તેમ ન બને તે છેવટે ઓછો કરે, તેવા પ્રસંગ જ ન આવવા દેવા, આવતા હોય તો અટકાવવા અને સંસારને ચાટતા ન જવું, પણ જરા ઊંચા આવવાને વિચાર કરવો એ સુજ્ઞનું કર્તવ્ય છે. (૫૭૫) કષાયસેવન-અસેવનના ફી પર વિચારણું यत्कषायजनितं तव सौख्य, यत्कषायपरिहानिभवं च । तद्विशेषमथवैतदुदक, संविभाव्य भज धीर विशिष्टम् ॥६॥ ( स्वागतावृत्त ) કષાયસેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય, તેમાં વધારે સુખ કયું છે અથવા તે કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવું આવે છે તેને વિચાર કરીને, તે બેમાંથી સારું હોય તે હે પંડિત ! આદરી લે.” (૬) વિવેચન- સર્વ પ્રાણીને સુખ મેળવવાની ઈચ્છા સંદેવ હોય છે અને તેથી વિચારવાળાં પ્રાણીઓ કોઈ પણ કાર્ય કરતાં તેમાં સુખ કેટલું અને દુઃખ કેટલું તેને તેલ કરે છે. હવે આપણે એક પ્રાણુ પર ક્રોધ કરીએ કે કપટ કરીએ અથવા મગરૂરી કરીએ, તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy