________________
૧૨ ] અધ્યામકમ
[ આમ આશય ઘણે ઊંડે જણાય છે. આ પ્રાણી ઝેરમાં સુખ માની બેઠે છે, તેની એ માન્યતા કેટલી ખોટી છે, તે સામાન્ય શબ્દોમાં બતાવી, વિશેષપણે અનુભવથી અવલોકન કરવાને તેમને આગ્રહ જણાય છે. વસ્તુતઃ સુખ સંસારમાં નથી. એ આપણે પ્રથમ સમતા અધિકારમાં બહુ વિસ્તૃત કલ્પના અને પ્રમાણથી જોઈ ગયા છીએ. એ મૃગતૃષ્ણના લોભમાં આકર્ષાયેલો અલ્પસરવી પ્રાણ દોડાદોડ કરે છે, પરંતુ એ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. ઉક્ત ચતુગતિદુખવર્ણન માટે કદાચ એમ ધારવામાં આવે કે દુખ સાથે સુખ પણ છે અને સુખ ઉપર ભાર શા માટે મૂકતા નથી? દુઃખને શા માટે આગળ કરે છે? શાસકાર તેના જવાબમાં કહે છે કે સુખ છે જ નહિ, છે તે માત્ર માનેલું જ છે; હોય તે અમને તે સુખને પાછળ પાડી દેવાની અગત્ય નથી. આખા અધિકારનો સાર એક જ છે કે શાભ્યાસ સારી રીતે કરે અને પિતાનું સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવું. એ સાધ્ય પ્રાપ્ત થવામાં જે જે કારણે પ્રતિબંધ કરનારાં હોય, તેને શોધી કાઢી તેને દૂર કરવા અને સાધ્યપ્રાપ્તિની સડક સીધી કરી નાખવી. સ્થૂળ કચરો કાઢવા ઉપરાંત માનસિક કચરે પણ દૂર કરે. તે શો છે? ક્યાં છે? કેમ દૂર કરાય?—વગેરે માટે આવતા અધિકારમાં વિચાર કરવામાં આવશે.
tત વિવરચાત્યાશ્રિતોમિતોમાં સારો ધિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org