________________
જામનગરના ઇતિહાસ.
(પંચમ કળા)
૫૭
આપણે દેશમાં શીરીતે જવુ? સહુએ કહેલકે અમેને કાંઇપણ દિશા સુજતી નથી. આવી મુશીબતમાં આવતાં સહુ ઇશ્વર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં ગગનગીરાહુ (આકાશવાણી) થઇકે “વૃદ્ધ માણસની સલાહ લ્યા” એ સાંભળી સહુ વિચારવા લાગ્યા કે આવા અગમ્ય અરણ્યમાં વૃદ્ધ માણસ કયાંથી મળે, અને કદાચ મળેતેા જામલાખા વૃદ્ધનું માઢું જોશે નહિં, એ પ્રતિજ્ઞાને લીધે સહુ વીમાસણમાં પડતાં લાખા પણ અકળાયા પેાતાના સ્વામી ઉપર મુસીબત જાણી અંગરક્ષક રત્નસિંહજીએ હાથ જોડી અરજ કરી કે મારો ગુના માફ થાય તા હું એક વ્રુદ્ધ પુરૂષને સભામાં લાલુ. લાખે માફી આપી ને તુરતજ તેણે તેના પિતાને કચેરીમાં રજી કરી સઘળી વાત જાહેર કરી વૃદ્ધ રજપૂતે જામ લાખાની સલામ લઇ એક લીધી. અને જામલાખે દેશમાં પાછા શી રીતે જવું તે વિષે પ્રશ્ન કર્યાં. વૃદ્ધે જણાવ્યું કે આવા ગાઢ અંધકારમાં કોઇ રીતે દિશા પારખી શકાય નહિ. પરંતુ આપણા લશ્કરમાં કોઇની ધાડીએ દેશમાંથી ચાલતી વખતે ઠાણુ આપેલ હોય તેા તેવી ઘેાડીના સ્વારને આગળ ચલાવવા સ્વારે તે ઘેાડીની લગામ છુટી મેલવી જે તરફ તે ધાડી ચાલે તે પાછળ તમામ લશ્કરે ચાલવું જેથી તે ઠાણવાની ઘેાડી ગમે તે રસ્તે થઇ પાતે ઠાણુ આપેલ ભૂમિમાં લઇ જશે કેમકે તે દેવંગી છે.”
તપાસ કરતાં તેવી ઘેાડી મલતાં તેના પાછળ સહુ ચાલ્યાં કેટલેક દહાડ તે અધકારમાંથી બહાર નીકળતાં નદિના કિનારા ઉપર આવી ચઢયા એ વખતે વૃદ્ધ રજપુતે ફરીથી કહ્યું કે આ કિનારા ઉપર મેાતિના જેવા દાણા વાળું ઘાસ ઉભું છે તેના દાણા ઘણાંજ પુષ્ટિકારક છે જતી વખતે તે દાણાએ અમારા તંબુમાં લાવતાં આજ દિવસ સુધી હું દરરોજ તે ખાઉ છું અને તેથી મને નવું લાહી અને તાકાઃ આવેલ હોય તેમ જણાય છે. માટે આ દાણાઓના દરેક સ્વાર તેના પાવરાઓ ભરી લ્યા કે જેથી આપણા કચ્છ દેશમાં તે અનાજ ઉત્પન્ન થાય વૃદ્ધના કહેવા મુજબ સહુએ તે દાણાના પાવરાઓ ભરી લીધા અને દેશમાં આવ્યા પછી તેનું વાવેતર કરતાં તે અનાજ કચ્છદેશમાં બાજરીના નામથી પ્રસિદ્ધ થયુ જે હાલ કચ્છ કાઠીવાડમાં માજરાના નામે જગ જાહેર છે તેના ગુણ વિષે દૂહા છે કે—
॥ વુદ્દો ॥
...વહારી તુમાખરી, તેના ાંવા પાન ॥
घोडे पांखु आवीयुं, बुढा थया जुवान ॥
१ ॥
જામ લાખા ફુલાણીએ બાજરાનું બીજ આ દેશમાં લાવી વવરાવેલ એ મુલક માહેર વાત છે.