________________
શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) અપ્સરાઓ મોકલી છે, તે લઈ તમારા દેશમાં પાછા જવ, દેવેલકમાં મનુષ્યથી અવાય નહિ, તમે દૈવી અંશ છે જેથી તમને આટલો માનમરતબો અમે આપીયે છીએ.
લાખાની જુવાની અને તેમાં આટલે સત્કાર દેવતાઓએ કર્યો એથી વિશેષ પરાક્રમ કરવા અને દુનીયામાં અમર કિર્તિ રાખવા તે પાછો નહિ ફરતાં તેને તે આગળ વધવું ચાલું રાખ્યું. ચાલતા ચાલતાં એક વિશાળ નદિ આવી જેનાં કાંઠા ઉપર મોતીના દાણા જેવા ઝગમગતા દાણાવાળું ઘાસ ઉભેલ છે તેમજ આસપાસની સૃષ્ટિ સૌંદર્યની રમણીયતા મનને આશે તેવી હતી. લાખે તથા સૌ લશ્કરે તે નદિમાં નાહીધોઇ કપડાં કિનારા ઉપર સુકાવ્યાં એકતો એ રમણિય ભૂમિ અને તેના કાંઠા ઉપર અપ્સરાઓના હીર ચીર તથા અમીર ઉમરાવોના રંગબેરંગી સાલ દુસાલાઓ સુકવતાં નદી ખમલી હાલી તે જોઇ લાખે હુકમ કર્યો કે આ કપડાં જે સુકાય છે, તેમાંથી કેઇએ લેવા નહિ. સંએ બીજા કપડાં પહેરવાં એ હુકમથી લાખે ત્યાંજ કપડાં રહેવા દીધા તેથી કહેવાય છે કે –
| જાણે વનરાલીયા, વીછી જામરીયા | જ લાખાના મનમાં ગવ થયે કે આવા હીર ચીરના વસ્ત્રો નદીમાં આસપાસના પ્રદેશ પર મારા સીવાય બીજા કેણ ઓઢાડી શકે ? એ ઉપરથી નદીમાંથી જળ ગીરાહ (વાણુ)થઈ કે -
| રોણા | लाखा जेडा लख वीया, उन्नड जेडा अठ॥x
हेम हेडाउ हलवीयो, (एडो) अच्योन इणी वट । १॥ હે લાખા, તારા જેવા ઉદાર દીલના તે લાખે જણાઓ અને ઉન્નડ જેવા આઠ દાતારે આ રસ્તેથી ચાલ્યા ગયા છે, પણ હેમ હેડાઉ નામને સોદાગર જે વખતે આંહી આવેલ તે વખતે તેણે મારા કાંઠા ઉપર તેમના લાટાની હારડીયું વચ્ચે મેતીના સાથીયાઓ પુરી મારી અપૂર્વ શોભા વધારી હતી, તેવો મુસાફર ફરી કોઈ વખત અહીં પાછો આવેલ નથી.
ઉપર મુજબ સાંભળી લાખાને ગર્વ ગળી ગયે, ત્યાંથી આગળ વધતાં એક એવું ગાઢ જંગલ આવ્યું કે તેમાં સૂર્યનું કિરણ પણ પડે નહિ, અને દેવોએ ના પાડ્યા છતાં પણ તે આગળ વધતે હેવથી દેવી કેપથી ત્યાં ગાઢ અંધકાર થઈ ગયે, અને અસરાએ પણ પાછી દેવલોકમાં ઉડી ગઈ. કેટલાક દિવસે રાત્રિની પેઠે ત્યાં સહુએ ગુજાર્યો, પરંતુ ક્યાં અને કઈ દિશામાં આપણે છીએ તે કેઇને સુર્યું નહિં, તેથી અકળાઈજઈ પાછું ફરવા વિચાર કર્યો, પરંતુ દેશ કઈ દિશામાં આવ્યું, તેનું પણ ભાન નહિં થતાં સહુ મુંઝાયા, તેથી મસાલે પ્રગટાવી તેના અજવાળે લાખે કચેરી ભરી સર્વ સામતના મત લીધા કે હવે