________________
( ૧૮ ) મુખ હતાં છતાં આવી વિષમ સ્થિતિ ભાવડ શેઠ વ્યતિત કરે એ વિચિત્ર તે બરૂ જ ! આવા ર્ધાર્મિષ્ટ ગુણસંપન્ન તરફ શું કોઈની પણ નજર નહીં હોય, તે સમયે તે ઘણે સારો હસ્તે. માણસોની ભાવના વિશાળ હતી. વિકમ જેવા પરદુઃખભંજન રાજવીની શિતળ છાયા હતી. સાધર્મિક વાત્સશ્વની ભાવના શ્રાવકોના હૃદયમાં રમી રહી હતી. છતાં ભીવડ શ્રેષ્ઠીનું જીવન લક્ષ્મીદેવીની અવકૃપા પછી દારિદ્રયમય હતું એ નિ:સંદેહ વાત હતી. મહાવીર સ્વામી જેવા ચરમ તિર્થંકરના સમયમાં પૂણ્યા શ્રાવકની શું સ્થિતિ હતી ? કર્મનો સિદ્ધાંત માનનાર તો એ વાતમાં સંદેહ ન જ કરી શકે ? શકેંદ્ર જેવા ભક્તિમાન અને સિદ્ધાર્થ દાંતર પારક્ષક છતાં ભગવાને ઉપસર્ગ શું ન સહન કર્યા?
રમાશા, ઉડ, ખંત, ઉદ્યમ અને ધિરજથી ભાવડ શેઠે બજે આશ્રય શોધી કાઢ્યો. એમણે પિતાને કોથળે ચાલુ રાખ્યું. બીજી તરફ ભાવડ શેઠ આદેય નામકર્મવાળા ને પ્રગટ પ્રભાવવાળી પાર્શ્વનાથ ભગવાનની એક ચિત્તે ભક્તિ કરવા લાગ્યા, સાધુ મુનિરાજની રોટલાના એક ટુકડામાંથી પણ અડધે આપીને ભક્તિ કરવા લાગ્યા. ગમે તેવી સ્થિતિમાં પણ સમય તો કોઈની ઓછી જ રાહ જુએ !
શ્રી પાર્શ્વનાથનું સ્મરણ કરતાં કરતાં એમને નિદ્રા આવે એ હમેશન કાર્યકમ હતો. “આહા! કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન, પુરૂષનાં મનવાંછિત પૂરવામાં ચિંતામણિ