________________
( ૧૭ ) ઉપાય શું ! ગરીબાઈમાં એ ગુણ છે કે લો, આબરૂ, માન સર્વ પલાયન કરી જાય છે. શેઠાણીએ ઉછીપાછીનું લાવીને થોડું ઘણું ખાવાનું તૈયાર કરવા માંડ્યું. કોઈ ચીજ ન મળી તો એથી ચલાવી લીધુ. જેમ તેમ રોટલો તૈયાર થઈ ગયો.
શેઠ કથળે કરવાને જેની દુકાનેથી માલ લાવતા હતા તેને ત્યાં જઈ ગઇકાલની ઘટના કહીને ફરી ઉધારે માલની માગણી કરી. લેવડદેવડ એટલે શેઠને માથે વાણીયાનું રણ તો ખરુજને ! જેનું રૂણ હોય એના દબાણમાં પણ રહેવું પડે. વાણીઆએ પૈસાનો તગાદ . ઠપકે શરપાવમાં આપી ફરી માલ આપવાની ના પાડી બાકી રહેલા પૈસા ઝટ આપી જવાને એકદમ હુકમ થયે, જે સિા વસુલ નહિ થાય તો જમીથી વસુલ કરવાને દમ ભરાવ્યો, વાહ વણકભાઈ તમારી કળા ! ભાવડ શેઠને એટલે રહ્યો સહ્યો આધાર પણ હવે તે ખલાસ થયે. દેવ ઉપર આધાર રાખી ભાવડ શેઠ ઘર તરફ રવાને થયા, શી સમયની બલિહારીસર્વ કઈ ઉદય પામતાને જ પૂજે છે. આથમતાની સામે મીટ માંડવાની આ સ્વાથી સંસારને શી પડી હાય !