________________
(૧૫) હેય પણ દયાના અંશને તે તેમણે દેશવટેજ દીધે હેય, ભલેને નામ તે આણંદભાઈ કે આણંદના સાગર પાડયું હોય પણ બિચારા સંસારની જંજાળથી હંમેશ ઉદાસજ રહેતા હોય. કટુ શબ્દોથી ભરેલાને નિરાનંદની મૂર્તિસમાં હોય. આવાં દુનિયામાં અનેક નામેવાળા મનુષ્ય હોય છતાં એ નામ પ્રમાણેને અર્થ તે ક્યાંય ન મળે, પણ નામથી ઉલટા ગુણો તો અવશ્ય જેવાય, એ મનુષ્ય જાતિનેજ વરદાન છે, જેમ ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય ગણાય છે તેવી જ રીતે અધમમાં અધમ પણ મનુષ્ય સિવાય બીજો કઈ નહી જડે. મોક્ષને પ્રાપ્ત કરવાના અધિકારવાળો માણસ જ્યારે ઉલટી દિશામાં ચાલ્યા જાય ત્યારે ઠેઠ સાતમી સુધી પણ જવાનું માન એનેજ મળે,” ભાવડ શેઠે એક પછી એક નામના અર્થ કરી જોયા પણ સાર્થક નામ ભાગ્યેજ નજરે ચઢતું અને એ બધી સંસારની એક પ્રકારની વિચિત્ર ગુંચવણ નહિ તો બીજુ શું !
ભાવડ શેઠના મનમાં એક નવીન વિચાર ઉપજે. પ્રિયે! જે ગામમાં આપણે એશ્વર્ય જોગવ્યું તે ગામમાં હવે ધનહીનદશામાં રહી અપમાન સહન કરવું ને અનેક સગાં, સંબંધીઓની આંખે ચડવા કરતાં મારો વિચાર છે કે આથી તે પરદેશ જવાય તે ઠીક!”
અને દેશમાં હું પણ આપની સાથે જ રહીશ.