________________
પણ મને વિચાર થાય છે કે દેશ જાઓ કે પરદેશ, છતાં નશીબ તો આગળજ ને ! કહ્યું છે કે—
ભાગ્યહીન આત્મા બેઠે રહેજે ભારમાં, તું જઈશ ગાડીમાં તે હું આવીશ તારમાં.”
કયાં નવાઈ છે! આવા ઉપવાસ તે આપણે ઘણીય વખત કરવા પડે છે. ભેજન વગર ચલાવી લઈએ છીએ તે શું દેવ કઈ વખતે સામુ નહિ જુએ?”
દેવ તે જ્યારે સામે જોશે ત્યારે વાત ! પણ હવે અત્યારે શું કરવું. કથળે તે ગયો, પણ જેની દુકાનેથી આપણે થોડે ઘણેક માલ લેતા હતા અને એના પૈસાને હવે શું જવાબ આપીશું! હશે કાલ ઉપર વાત!”
એ રાત્રી બંનેએ ભુખે ભુખે નિર્ગમન કરી, એ સામાન્ય ઘરમાં પણ જોઈતી ઘરવકરી નહોતી. અંગ ઉપરનાં વસ્ત્ર પણ જેકે સ્વચ્છ હતાં છતાં એ સસ્તા કાપડમાંથી જ ઉન્ન થયેલાં હતાં. બહુજ કાળજીથી સાચવણ રાખી લાંબા સમય પર્યત ચલાવી લેવાની એમની ઈચ્છાથી જ ટકી શકતાં હતાં. કારણ કે દેવ રૂઠે ત્યારે બીજે શું ઉપાય?
બીજે દિવસે ઘરમાં તે કાંઈ સાધન નહતુ જેથી સૌભાગ્ય શેઠાણીને પાડેશીની સામે જોવાની ફરજ પડી. માગવુ અને મરવું એમને મન સરખુ હતું પણ બીજે