________________
ર
શ્રાવકધમ વિધાન
કારી છે તેવુ કપિલાદિ વચન સમ્યક્ પલેાક હિતકારી નથી, કારણકે જિનેન્દ્રવચન સાક્ષાત્ અથવા પરપરાએ ( શીઘ્ર અથવા વિલ એ) મેાક્ષનુ કારણ છે માટે સમ્યક્ પરલોક હિતકારી છે, અને કપિલાદિવચન સાક્ષાત્ વા પરપરાએ પણ મેાક્ષનું કારણ ન હેાવાથી સમ્યક્ પરલેાક હિતકારી નથી. તે કારણથી સમ્યક્ પલેાક હિતકારી જિનવચન સાંભળે તે જ શ્રાવક.
:
પુનઃ વર તો—ઉપયાગવાળા થઇને સાંભળે તે શ્રાવક, પરન્તુ ઉપયાગ રહિત સાંભળે તે નહિ, કારણકે ઉપયોગ વિનાનુ' નિરર્થક છે. કહ્યુ છે કે—
निद्दा विगहापरिवज्जिएहि, गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुब्वं, उवउत्तेहिं सुणेयन्नं ॥ १ ॥
અથઃ—નિદ્રા વિકથા વઈને ગુપ્તિવંત થઈને (મન વચન કાયાની એકાગ્રતા કરીને) અને એ હાથની અંજલ જોડીને એવી રીતે ઉપયોગવાળા થઈને જિનવચન ભક્તિ બહુમાન પૂર્વક સાંભળવું (એ જિનવચન શ્રવણના વિધિ કહ્યો.)
પ્રશ્ન:વ્યવહારથી ઉપયાગવાળો થઇને અને વ્યવહારથી હૃદયની સરળતા વાળો થઈને તેા અભવ્ય જીવ પણુ કાઇક અવસ્થામાં જિનવચન સાંભળે છે તે તે પણ શ્રાવક કહેવાય કે નહિ?
निद्राविकथापरिवर्जितै गुप्तैः प्राञ्जलिपुटैः । भक्तिबहुमानपूर्व उपयुक्तैः श्रोतव्यम् ॥