________________
ભોગપભોગવિ.
૨૦૫ બીજી વાડ ઉપર ના હોય તે એજ પળે તાંતણે વધીને વાડને અથવા વૃક્ષને ઢાંકી દે છે, એમ જાળાની માફક વધે છે. અમૂક વખતે સૂકાઈ પણ જાય છે. એ તાંતણાઓ ખાવાના ઉપયોગમાં આવતા નથી પરંતુ ઔષધી તરીકે ઉપયોગમાં આવે છે, માટે અનન્તકાય હેવાથી એ અભક્ષ્ય છે.
૨૪ મૂળા-મૂળા એ અતિ પ્રસિદ્ધ છે. એનાં ધોળાં વા રાતાં મૂળ અનન્તકાય છે, અને શેષ પત્ર પુષ્પ ફળને દાંડી એ ચારે પ્રત્યેક છે, પરંતુ ત્રસ જીવની ઉત્પત્તિવાળાં હેવાથી મૂળાનાં પાંચ અંગ અભક્ષ્ય ગણાય છે. મૂળાની શિગને મગર કહે છે. તેમાંથી રાઈ જેવાં બીજ નિકળે છે એ સર્વે અભક્ષ્ય છે.
૨૫ ભૂમડા–ચોમાસામાં વર્ષાદ વખતે જમીનમાં કાણમાં કે ભીતમાં અનેક સ્થાને દાંડી સહિત છત્રના આકારના અનેક વણી ભૂમિડા થાય છે, કવચિત્ કૂતરાના કાન કહે છે, કેઈ બિલાડીને ટેપ કહે છે એમ અનેક નામથી ઓળખાય છે, એ ભૂમિફડા ખાવાના ઉપયોગમાં આવતા નથી, પરંતુ ઔષધના ઉપયોગમાં આવે છે. એને દાંડી, છત્ર અને મૂળ ત્રણ અંગ હોય છે તે ત્રણે અનન્તકાય છે.
વિરૂદ્ર--કઠોળને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે તેના અંકુર ફૂટ્યા પછી જે શાક કરવામાં આવે છે તે અતિ કેમળ હેવાથી સાદા કઠોળ કરતાં જે કે સ્વાદિષ્ટ થાય છે, પરંતુ પલાળી રાખવાથી એ અનન્તકાય થાય છે, અને કુટેલા અંકુર પણ અનન્તકાય છે માટે એ