________________
૩૦૪
શ્રાવક ધર્મ વિધાન
વિચારવું, (સંસારસ્વરૂપ વિચારવું) અથવા અધિકારણેને ઉપશમ વિચાર (પાપ સાધનેને ઘટાડો કઈ રીતે થાય? તે વિચારવું). ૪૭
ભાવાર્થ–બ્રહ્મચર્યની ભાવના સહિત સૂતેલ શ્રાવક નિદ્રામાંથી જાગ્રત થાય ત્યારે ૧ કર્મપરિણામ, ૨ આત્મપરિણામ વિગેરેને વિચાર કરે, અથવા ૩ સંસારનું સ્વરૂપ વિચારે, અથવા ૪ અધિકરણથી નિવૃત્ત થવાને વિચાર કરે, અર્થાત્ એ ચાર ભાવના ચિંતવે. તે આ પ્રમાણે –
रको राजा नृपो रङ्कः, स्वसा जाया जनी स्वसा। दुःखी सुखी सुखी दुःखी, यत्रासौ निर्गुणो भवः ॥१॥
અર્થ-રંક તે રાજા થાય છે, ને રાજા તે રંક થાય છે, બહેન તે માતા થાય છે, ને માતા તે બહેન થાય છે, દુઃખી હોય તે સુખી થાય છે, ને જે સુખી હોય તે દુઃખી થાય છે. એ પ્રમાણે આ સંસારમાં વિપરીત પરાવર્તને હંમેશાં થયા કરે છે તેથી આ સંસાર કઈ પણ ગુણ વિનાને છે. (અર્થાત્ આ સંસાર આત્માને કંઈ પણ ગુણકર્તા નથી પરતુ અત્યંત અવગુણકર્તા છે.) છે ૧
એ પ્રમાણે ભવની નિર્ગુણતા વિચારે અથવા હળ ગાડાં યંત્ર ઈત્યાદિ જે જે સાવઘનાં સાધન છે તેને ઉપશમાવવાને (ઘટાડવાને વા ત્યાગવાને) વિચાર કરે, અર્થાત્ આ મહારાં હિંસાનાં સાધનોથી હું કયારે નિવૃત્ત થઈશ? એ પ્રમાણે ભાવના ભાવે. એ ૪૭ છે
૧ અહિં શ્રાવકને જાગવાને સમય રાત્રિને ચે પ્રહર છે, સર્વત્ર પુબ્યાવરત્તકાલે એ પાઠ હેવાથી રાત્રિને પહેલે પહોર અને