________________
શ્રાવકની દિનચર્યા
૩૪૭. કહ્યો, અને સમ્યકત્વ મૂળ બાર વ્રતને વિધિ તે આ પંચાશકના પ્રારંભથી જ કહેવાય છે. માટે એ પ્રાભાતિક વિધિ અને દિન વિધિ વા જીવન વિધિ જે દેશ વિરતિ ચારિત્રરૂપ (સમ્યકત્વ મૂળ બાર વ્રત રૂ૫) કહ્યો છે તે વિધિ અનુષ્ઠાનેને નિરન્તર- પ્રતિદિન આચરતે શ્રાવક અન્ને સર્વ વિરતિ ચારિત્રના પરિણામને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે દેશવિરતિના અતિ અભ્યાસથી પર્યન્ત સર્વ વિરતિ પરિણામ પ્રગટ થાય જ.
પ્રશ્ન:–દેશવિરતિના અભ્યાસથી સર્વ વિરતિ ચારિત્રને પરિણામ પ્રાપ્ત થાય તે અન્તર્મુહૂર્તમાં થાય કે તે ભવમાં પ્રાપ્ત થાય કે અન્ય ભવમાં?
ઉત્તર –દેશવિરતિના ઉત્કૃષ્ટ અભ્યાસથી વા અધ્યવસાયથી અન્તર્મુહૂર્તમાં પણ સર્વ વિરતિ પરિણામ પ્રાપ્ત થાય, મધ્યમ અધ્યવસાયે તે ભવમાં દેશના પૂર્વ કોડ વર્ષને અને પણ ચારિત્ર પરિણામ થાય, અને જઘન્ય અધ્યવસાથે અનેક ભ સુધી દેશવિરતિ પામીને પણ સર્વવિરતિ પરિણામ થાય, માટે દેશવિરતિથી સર્વવિરતિ પામવામાં કેઈ નિયત કાળનું અત્તર નથી. સર્વોત્કૃષ્ટ અન્તર ના પુ૬ગલ પરાવર્ત જેટલા અનન્ત કાળનું પણ છે, અર્થાત્ ચરમ પુદગલ પરાવર્તમાં કેઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ દેશન અર્ધ પુદગલ પરાવર્ત સંસાર શેષ રહે ઉપશમ સમ્યકત્વ સહિત દેશવિરતિ પામીને તે શેષ સંસારના પર્યન્ત ચારિત્ર પરિણામ પામે તે દેશવિરતિ ને સર્વ વિરતિ વચ્ચે એટલું ઉત્કૃષ્ટ અન્તર હોય.