________________
३४६
શ્રાવકધર્મ વિધાન નથી, તરસ નથી, રોગ નથી, ક્રોધાદિ કષાયો નથી, ઈત્યાદિ સંકલેશનું એક પણ સાધન નથી. શાશ્વત અનન્ત સુખનું સ્થાન છે. તે ૪૯ છે
અવતરણ–એ પ્રમાણે શ્રાવકને પ્રભાતમાં ઉઠીને ભાવવા ચોગ્ય ભાવનાઓ કહી, તે સાથે શ્રાવકની પ્રાભાતિક પરિચર્યાથી પ્રારંભીને બીજા દિવસની પ્રભાતિક પરિ ચર્યા સુધીની વિધિ તેમજ તે પહેલાં સંપૂર્ણ જીવન પર્યતને વ્રતાદિ વિધિ એ સર્વ કહીને હવે આ પ્રકરણના ઉપસંહાર (સમાપ્તિ)માં એ વિધિઓનું ફળ દેખાડે છે –
गोसे भणिओ य विही, इय अणवरयं तु चिट्ठमाणस्स । भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो ॥५०॥
ગાથાર્થ–શ્રાવકને પ્રભાત સંબંધિ વિધિ કહ્યો. એ પ્રમાણે નિરન્તર પૂર્વોક્ત શ્રાવક અનુષ્ઠાનમાં પ્રવર્તતા શ્રાવકને સંસાર વિરહના કારણભૂત એ સર્વ વિરતિ ચારિત્રને પરિણામ અવશ્ય થાય છે. ૫૦ છે
ભાવાર્થ_એ પત્તળ વિદે એ ગાથાથી પ્રારંભીને દર વિવરણે એ ગાથા સુધી શ્રાવકને પ્રભાત વિધિ તેમાં પણ હજી હારી શિથિલતા હોય તે પ્રતિમાઓ જેવી ઉગ્ર ચર્યા અંગીકાર કર; પરંતુ આની આ સ્થિતિમાં ન રહીશ, ઈત્યાદિ રીતે શ્રાવકપણાની ઉગ્ર ચર્યાની ભાવના (મુનિમાર્ગના લક્ષ્યને તજયા વિના) ભાવે.
गोषे भणितश्च विधिरिति-अनवरतं तु तिष्ठतः । भवविरह बीजभूतो जायते चारित्रपरिणामः ॥५०॥