________________
૩૫૦
શ્રાવકધર્મ વિધાન પણ પ્રધાનતા દર્શાવી. કારણ કે અપ્રધાન દેશવિરતિ અનુકાન વાળો જીવ તેજ કહેવાય કે જે સુખની લાલસાવાળો હોય, અને એવી લૌકિક સુખોની લેલુપતાવાળા જીવનમાં એ દેશવિરતિ અનુષાને તાત્વિક દેશવિરતિ રૂપ નથી. પરંતુ નિદાનગર્ભિત હેવાથી અતાત્વિક છે, અને એવા અતાત્વિક દેશવિરતિ અનુષ્ઠાનોવાળાને ચારિત્ર પરિણામ ઉપજે તે પણ તાત્વિક ફળવાળે મોક્ષ ફળવાળ) ચારિત્ર પરિણામ ન ઉપજે એ સ્પષ્ટ છે. તેથી આ ગાથામાં અવિવીમૂત એ વિશેષણથી સર્વવિરતિનું તાત્વિક ફળ અને દેશવિરતિની પ્રધાનતા એ બે વસ્તુ પ્રગટ કરી.
આ ગાથામાં વિરહ એ પદ શ્વેતાંબર શ્રીહરિભદ્રસુરિની કૃતિને સૂચવે છે, કારણ કે શ્રીહરિભદ્રસૂરિકૃત ગ્રંથમાં પતે કર્તા તરીકે પિતાનું સ્પષ્ટ નામ ન દર્શાવતાં વિરહ એ પદ દર્શાવ્યું છે. જેમ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે પિતાનું નામ ગ્રન્થના પર્યન્ત ને જણાવતાં ગ્રન્થ પ્રારંભમાં એન્દ્ર પદથી જણાવ્યું છે. જેથી એન્દ્ર પદથી પ્રારંભાતા ગ્રન્થ શ્રીઉપાધ્યાયજી કૃત છે, એમ સ્પષ્ટ થાય છે, તેમ અહિં પણ વિરહ પદથી આ ગ્રન્થના કર્તા “યાકિની મહત્તાસૂનુ” ઉપનામવાળા આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ સ્પષ્ટ થાય છે. જે ૫૦
આ પ્રમાણે પ્રથમ પંચાશક શાસ્ત્રનું વિસ્તાર પૂર્વક વિવરણ તેની ટીકાના અનુસારે કરવામાં આવ્યું છે. આ શ્રાવક ધર્મ વિધાનમાં અલ્પજ્ઞતા અને ઉપગ શૂન્યતાદિના કારણે કોઈ પણ વિગત સિદ્ધાન્ત તથા મહાપુરૂષ પ્રણીત