________________
३४८
શ્રાવકધર્મવિધાન પ્રશ્નસંભળાય છે કે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક ૧૨ મા અશ્રુત દેવલેકે ઉત્પન્ન થયા છે, અને દેવલોકમાં તો અવિરતિ ભાવ છે, તે દેશવિરતિથી અનન્તરપણે સર્વવિરતિ પણું કેવી રીતે હોય?.
ઉત્તર–ધમનુષ્ઠાનનું મુખ્ય ફળ મેક્ષપદ છે. ને દેશવિરતિ અનુષ્ઠાનનું અનન્તર પ્રધાન ફળ ચારિત્ર છે, ને એ બને અનુષ્કાનેથી જે કમશઃ અનુત્તર દેવલોક અને બારમે દેવલોક છે, તે તો પ્રાસંગિક ફળ છે અથવા ગૌણ ફળ છે. માટે પ્રઘાન ફળ પ્રાપ્તિની તથાભવ્યત્વસ્થિતિ પરિપકવ ન થઈ હોય ત્યાંસુધી એ બને અનુષ્ઠાન તેમજ સમ્યકત્વ એ ત્રણે ધર્મ વૈમાનિક દેવલોકના ફળને આપનારા છે, અને તથાભવ્યત્વસ્થિતિ પરિપકવ થતાં સમ્યકત્વાનુષ્ઠાને દેશવિરતિ વા સર્વવિરતિ ફળને આપે છે. દેશવિરતિધર્મ સર્વવિરતિ ફળ આપે છે. ને સર્વવિરતિ ધર્મ મેક્ષફળ આપે છે, એ એ ધર્મોનાં અનન્તર પ્રધાન ફળ જાણવાં, ને પરંપર પ્રધાન ફળ તે પહેલા બે ધર્માનુષ્ઠાનેનું મેક્ષફળ છે. એ પ્રમાણે ત્રણે ધર્મોના ફળને અનુક્રમ હોવાથી આ ગાથામાં દેશવિરતિને નિરન્તર અભ્યાસ કરનારને ચારિત્રપરિણામ રૂપ ફળની પ્રાપ્તિ કહી, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ કહી નથી.
પ્રશ્ન—દેશવિરતિ શ્રાવકને ભાવી ચારિત્રના અધ્યવસાય વતે કે નહિ કે કેવળ વર્તમાન દેશવિરતિના અધ્યવસાય વતે?
ઉત્તર–જેમ સમ્યકત્વનાં અધ્યવસાયસ્થાને ભાવી દેશવિરતિ ને સર્વવિરતિ ગર્ભિત હેય છે, તેમ દેશવિરતિનાં