________________
શ્રાવકની દિનચર્યા
- ૩૨૯ ફળ” એમ કરેલ છે તેને બદલે બીજે અર્થ વિવિધ પ્રકા૨ના ધર્મ જે ક્ષેત્ર આદિ (વા ક્ષમા આદિ) તે જ ગુણે તે વિવિધ ધર્મગુણ કહેવાય, તે વિવિધ ધર્મગુણેનાં કારણ સ્વરૂપ અને ફળ એ ત્રણની ભાવના ભાવવી, એ તાત્પર્ય. છે ૪૮ છે
૪૧ કારણભાવના–ક્ષમા આદિક ધર્મો આત્માના છે, તે પશમ ભાવે અને ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે, અથવા ક્ષમા આદિક આત્મધર્મોને પ્રગટ કરાવવામાં જૈન પ્રવચન એ કારણ રૂપ છે, અથવા ધાદિક્તાં જે બાહ્ય કારણ છે તે જ ક્ષમા આદિ ધર્મનાં કારણે–આલંબને છે. ઈત્યાદિ રીતે ચિંતવન કરવું તે ધર્મગુણોની કારણ ભાવના.
૨ સ્વરૂપભાવના–ક્ષમા આદિક ધર્મગુણે આત્મસ્વરૂપ છે, પુદ્ગલસ્વરૂપ નથી. આત્મામાં અનન્ત આર્જવ ને અનન્ત મુકિત આદિક સદ્દગુણ છે. સંસારી જીવમાં હીનાધિક છે, સર્વજ્ઞમાં સંપૂર્ણ છે. પુનઃ ક્ષમા ધર્મ ૫ પ્રકાર છે તે આ પ્રમાણે–ઉપકારીને ઉપકાર વિચારી તેમના પ્રત્યે ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા. અપકારી છવ મારે અપકાર (અવગુણ) કરશે એમ વિચારી અપકારી પ્રત્યે ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા. જો કે ધાદિ કરીશ તો દુર્ગતિ આદિ માઠાં ફળ ભોગવવા પડશે એમ દુર્ગતિના ડરથી ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા. શાસ્ત્રમાં ક્ષમા ધમ કહ્યો છે માટે ક્ષમા રાખવી એ પ્રમાણે આગમના અવલંબનથી ક્ષમા રાખવી તે વચનક્ષમા, અને ક્ષમા એ આત્મધર્મ છે એ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા. ઈત્યાદિક રીતે ક્ષમા આદિ ધર્મગુણોનું સ્વરૂપ ચિત્તવવું તે સ્વરૂપ ભાવના.
૩ ફલભાવના-ક્ષમા આદિ ધર્મગુણોનું આ લોકમાં ઉપશમ આદિ સુખ પ્રાપ્ત થાય છે, ને પરલોકમાં સ્વગોદિ પ્રાપ્ત થઈ