________________
૩૪ ૦
શ્રાવકધર્મ વિધાન
૫ અ૫ ઉપધિ ભાવના–શ્રાવક પ્રભાતમાં ઉડીને પિતાનાં વસ્ત્રાદિ અધિકરણ (હિંસક) ઉપકરણને ઘટાડવાના આલંબન માટે મુનિ મહારાજની અ૫ ઉપધિનો વિચાર કરે કે હે જીવ! ઉપકરણે જેટલાં અ૫ થશે તેટલી ઉપાધિ અલ્પ થશે. એ ઉપકરણોની પાછળ તેની સારવારમાં કેટલો બધે કાળ વ્યર્થ જાય છે, એટલે કાળ ધર્મકાર્યમાં જાય તે કેવું સારું? માટે ઉપકરણે જેમ બને તેમ ઘટાડવાં સારાં છે, મુનિ મહાત્માઓ અધિક ઉપકરણોથી ઉપજતી અધિક ચિન્તા અને વ્યર્થ કાળવ્યય ન કરવા માટે સંયમના સાધનમાં જેટલાં ઓછામાં ઓછાં ઉપકરણો જોઈએ તેટલાજ રાખે છે, જેમાં સ્થવિરકલ્પી મુનિરાજે ૧૪ ઓધિક ( નિપગી) ઉપકરણ રાખે છે, અને જિનકલ્પી મુનિ જઘન્યથી ૨ને ઉત્કૃષ્ટથી ૧૨ ઔધિક ઉપકરણ રાખે છે.
जिणा बारसरूवाणि, थेरा चोद्दसरूविणो । अज्जाणं पन्नवीसं तु, अओ उड़े उवग्गहं ॥१॥
અર્થ—જિનકલ્પી મુનિઓને બાર પ્રકારના ઉપકરણે અને સ્થવિર મુનિઓને ૧૪ પ્રકારનાં ઉપકરણ હોય, તથા સાધ્વીઓને ૨૫ પ્રકારનાં ઉપકરણ હોય એ ઔધિક ઉપકરણ (નિત્ય પાસે રાખવાનાં) હોય છે અને ], એથી અધિક ઉપકરણની જરૂર પડે તે તે ઔપગ્રહિક (માગીને કાર્ય પૂરતાં રાખીને ગૃહસ્થને સેંપી દેવા યોગ્ય) રાખવાં,
जिनानां द्वादशरूपाणि स्थविराणां चतुर्दशरूपाणि । आर्याणां पञ्चविंशतिः तु अत उर्ध्वमुपग्रहः ॥१॥