________________
શ્રાવકની દિનચર્યા
૩૪૧ એ રીતે મુનિની ઉપાધિ ઔધિક ને ઔપગ્રહિક એમ બે પ્રકારની હોય છે, ત્યાં ઓધિક ઉપકરણે આ પ્રમાણે–
पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइ स्यत्ताणं च, गोच्छओ पायणिोगो ॥७७२॥ तिण्णेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपोती । एसो दुवालसविहो, उवहि जिणकप्पियाणं तु ॥७७३।।
- (પંચવતુ) અર્થ–પાત્ર, પાત્રબન્ધન, પાત્રસ્થાપન (જેના પર પાત્ર ગોઠવાય એવું વસ્ત્ર વિશેષ), પાત્રકેસરિકા (પાત્ર પંજવાની પૂંજણી), પટલ (પલ્લા એ વસ્ત્રવિશેષ), રજસ્ત્રાણ (દરેક પાત્રને વટવાનું એક જ વસ્ત્ર), ગુચછક (પાત્રોની ઉપર સ્થાપવાનું વસ્ત્ર વિશેષ), એ ૭ પ્રકારને પાત્રનિયોગ (પાત્ર પરિકર, વા પાત્રપરિવાર) છે. ૭૭૨
- તથા ૩ પ્રચ્છાદક (શરીર ઉપરનાં વસ્ત્રવિશેષ, કામળી સહિત) ૧ રજોહરણ (એ), ને ૧ મુહપત્તિ એ પાંચ શારીરિક ઉપકરણે ને પૂર્વોક્ત ૭ પાત્રનાં ઉપકરણ મળી ૧૨ પ્રકારની ઉપાધિ જિનકલ્પી મુનિને હેાય છે. પ૭૭૩ાા
पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेशरिका । पटलादि रजस्त्राणं, च गुच्छकः पात्रनियोगः ॥७७२॥ त्रयश्च प्रच्छादकाः रजोहरणं चैव भवति मुखपोतिका। एष द्वादशविधः उपधिर्जिनकल्पिकानां तु ॥७७३॥