________________
શ્રાવકની દિનચર્યા
૩૩૯ નની નિન્દા થાય છે, માટે લેક વ્યવહારમાં જેમ ઉચિત મનાતું હોય તે રીતે જ મુનિ મહાત્માઓ પણ ઉચિત લેમ વ્યવહારને અનુસરે છે, પણ ઉચિત લેક વ્યવહારને સર્વથા અનાદર કરતા નથી. કારણ કે લોગવિરુદ્ધરચાલક વિરૂદ્ધને ત્યાગ મુનિમહાત્માઓ પણ કરે છે. અહિં પણ લોક એ શબ્દથી ન્યાય નીતિ અને ધર્મ વસ્તુને સમજ નારે ઉત્તમ જનવર્ગ એ અર્થ છે, પરંતુ સર્વ જન માત્ર તે લેક એ અર્થ નહિ.
૩ અજ્ઞાત ઉંછ–પિતાની જાતિ કુલ આદિ જણાવ્યા વિન ગોચરીએ કરવું તે અજ્ઞાત ઉંછ કહેવાય. અર્થાત મારાં જાતિ કુલ આદિ ઉત્તમ જાણીને ગૃહસ્થને મારા પ્રત્યે રાગ થવાથી મને આહાર આપશે એવા આશયથી, સીધી રીતે વા આડકતરી રીતે પણ ગૃહસ્થને પિતાને પરિચયન કરાવવું અને એ રીતે અપરિચિત રીતે ગોચરી લાવવી એ મુનિમાર્ગ છે તે સંબંધિ ભાવના ભાવવી.
૪ પ્રતિરિતતા–મુનિને રહેવા ગ્ય ઉપાશ્રય આદિ સ્થાન પશુ નપુંસક અને સ્ત્રીઓવાળું હોય તે તે પ્રતિરિકત સ્થાન કહેવાય. એવા સ્થાનમાં મુનિને રહેવું ઉચિત નથી, કારણ કે પશુઓ મૈથુન ક્રિયા ખુલ્લી રીતે કરતા હોવાથી તે દેખીને કામરાગ ઉત્પન્ન થાય, તથા નપુસકેની અસભ્ય ચેષ્ટાઓથી પણ કામરાગ ઉત્પન્ન થાય, અને સ્ત્રીઓ તે સાક્ષાત્ કામરાગની મૂતિજ છે, જેથી એ ત્રણેની વસ્તીવાળી જગ્યામાં ન રહેવું તે પ્રતિરિતતા એ મુનિ ધર્મ છે. તેની ભાવના ભાવવી.